October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

રમણભાઈ ટેલર વેગેનાર અને એસ.પી. દસ્‍તૂરની અલ્‍ટો કારમાં કારટેપની ચોરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડમાં સોસાયટીના વોચમેન રાતે ઊંઘતો રહ્યો અને પાર્કિંગમાં પાર્ક કરેલ બે કારોની ટેપ સિસ્‍ટમ એક ઈસમ ચોરી કરી કળા કરી ગયાનો બનાવ નોંધાયો છે. ચોર ઈસમના કરતૂત સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયેલા છે.
વલસાડ આવાબાઈ સ્‍કૂલ સામે આવેલ પ્રાચી ટાવરમાં વિતેલી રાતે આશરે 3 થી 4 વાગ્‍યાના સુમારે પાર્કિંગમાં પાર્ક કરેલ બે કારોની ટેપ સિસ્‍ટમ કોઈ અજાણ્‍યો ઈસમ ચોરી કરી ફરાર થવાનો બનાવ બન્‍યો હતો. સોસાયટીના પાર્કિંગમાં રમણભાઈ ટેલરે તેમની વેગેનાર કાર નં.જીજે 15 સીએલ 0931 અને એસપી દસ્‍તૂરએ તેમની અલ્‍ટો કાર નં.જીજે 15 સી.એચ. 7764 રાબેતા મુજબ પાર્ક કરી હતી. સવારે જોયુ તો બન્ને કારના દરવાજાના કાચ ખુલ્લા હતા. તપાસતા માલૂમ પડયુ કે બન્ને કારોમાં કિંમતી ટેપ રેકોર્ડર સિસ્‍ટમની ચોરી થયેલી માલુમ પડી હતી. આથી બન્ને કાર માલિકોએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાતે સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ઈસમો કેરલેશ સાબિત થયા છે તેથી અન્‍ય સોસાયટીમાં પણ સતર્કતા દાખવવાની જરૂરી બની છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment