Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

એ.સી.બી.ના છટકામાં ઈન્‍ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર. પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: કપરાડામાં કાર્યરત અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પૂર્ણ થતા કાયમી શિક્ષક તરીકેની નિમણૂંક અને ફુલ પગાર મુકવાની અરજી અંગે આગળની કાર્યવાહી પેટે શાળાના વિકાસના ઓથા નીચે 50 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષપુરા કરતા શિક્ષકે કાયમી શિક્ષક તરીકે નિમણૂંક અને ફુલ પગાર પર મુકવાની અરજી કરી હતી. કાર્યવાહી આગળ ધપાવવાના અવેજ પેટે શાળા વિકાસના ઓથા હેઠળ ઈન્‍ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર. પટેલએ ફરિયાદી પાસે 50 હજારની લાંચ માંગી હતી. ફરીયાદી આપવા ઈચ્‍છતા નહોતા તેથી એ.સી.બી. વલસાડ-ડાંગમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ એ.સી.બી.એ શાળામાં જ છટકું ગોઠવ્‍યું હતું. જેમાં રૂા.50 હજારની લાંચ લેતા આચાર્ય દિલીપભાઈ આર. પટેલ રંગે હાથ છટકામાં ઝડપાઈ ગયા હતા. એ.સી.બી. ટીમે લાંચની રૂા.50 હજારની રકમ રિકવર કરી આચાર્યની અટક કરી હતી. ટ્રેપિંગ અધિકારી તરીકે પી.આઈ. એસ.એચ. ચૌધરી તથા એ.સી.બી. પો.સ્‍ટે. વ્‍યારા સ્‍ટાફે પ્રસંશનીય ફરજ બજાવી હતી.

Related posts

સંઘપ્રદેશમાં વિજ્ઞાન પ્રવાહના ટોપ થ્રીમાં દમણની સાર્વજનિક વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

Leave a Comment