(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની પુરેપુરી તકેદારી રાખી કામગીરી કરી રહ્યું છે. વાંસદા તાલુકામાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા સરા ગામમાં ગામીત ફળિયામાં તથા ખંભાલિયા ગામના માછીવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. વાંસદા તાલુકા તંત્રની સતર્કતાના પરિણામે આ ગામોના 13 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
