Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈ (અચ્‍છારી)ની આજે સોમવારે 23મી પુણ્‍યતિથિ નિમિત્તે કોલેજ પરિવારે સામુહિક ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.
રમણલાલ કુંવરજી દેસાઈ પીઢ સ્‍વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના પાયાના કાર્યકર હતા. તેમનું સ્‍વપ્‍ન હતું કે, સ્‍થાનિક આદિવાસી વિસ્‍તારમાં શૈક્ષણિક સંસ્‍થા હોવી જોઈએ. તેથી તેમના પ્રયત્‍નો થકી તેમના પૂત્ર શ્રી મિલનભાઈ દેસાઈએ વાપી જી.આઈ.ડી.સી.માં આર.કે. દેસાઈ કોલેજની સ્‍થાપના કરી હતી. આજે સંસ્‍થા વટવૃક્ષ બની ગઈ છે. કોલેજમાં બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ, બી.કોમ, બી.એડ કોલેજ તેમજ એમ.એસ.સી. સાયન્‍સ કોલેજ વિવિધ તમામ અભ્‍યાસક્રમોની સેપરેટ કોલેજો આર.કે. દેસાઈ કોલેજ સંકુલમાં કાર્યરત છે. આજે સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

Related posts

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment