Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પાણી દર પ્રતિ કીલો લીટરે 10 રૂા. અને હાઉસિંગમાં પ્રતિ કીલો લીટર 2.50 નો પાણીદરનો ઘટાડો થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ આજે ગુરૂવારે નોટિફાઈડ કચેરીમાં યોજાઈ હતી. જેમાં અનેક વિકાસ કાર્યો સાથે પાણી યોજના અંગેના મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. સન 2024-25માં જી.આઈ.ડી.સી. પાણી દર હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝમાં 10 ટકા ઘટાડો થશે તેવી પોલીસી બોર્ડ મિટિંગમાં તૈયાર કરાઈ છે.
વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ આજે નોટિફાઈડ કચેરીમાં યોજાઈ હતી. જેમાં અનેક વિકાસ કાર્યો તથા મહત્ત્વનો લેખાવી શકાય તેવો પાણી વપરાશ બિલોમાં ઘટાડો આગામી નાણાકીય વર્ષમાં થશે. પ્રવર્તમાન નિતિનિયમ મુજબ પાણી દર અગાઉના વર્ષના ખર્ચને વસાહતમાં વપરાશ લેવામાં આવેલ પાણીના જથ્‍થાને ધ્‍યાને લઈ નક્કી કરવામાં આવે છે. હાલમાં ઔદ્યોગિક વિસ્‍તારમાં રૂા.64.50 પ્રતિ કિલોલીટ ર તેમજ હાઉસિંગ વિસ્‍તારમાં 12.50 નો દર છે. જો કે રાજ્‍ય સરકારે 10 ટકાનો વધારે સપ્‍ટેમ્‍બરમાં કરેલ છે. પરંતુ વોટર વર્કસ યોજના સંચાલનમાં થયેલ ઘટાડાને ધ્‍યાને લઈ નોટિફાઈડ 2024-25 દરમાં અંદાજી 10 રૂા. પ્રતિ કિલોલીટરમાં કરાશે તેમજ રેસિડેન્‍ટમાં રૂા.2.50 પ્રતિ કિલોલીટર ઘટાડો થઈ શકે એમ છે. નવા વર્ષે આ રાહતના સમાચાર છે. સી-ટાઈપ વિસ્‍તારમાં 20 લાખ લીટરની ક્ષમતા વાળી પાણીની બે ટાંકીરૂા.325.60 લાખના ખર્ચે બનાવાશે. ફિલ્‍ટર પ્‍લાન્‍ટ પાસે 51 લાખ લીટરનો રૂા.225.31 લાખના ખર્ચે અંડરગ્રાઉન્‍ડ સંપની કામગીરી પુર્ણતાના આરે છે તેમજ આશરે 55 કી.મી. લંબાઈની આર.સી.સી. પાઈપલાઈન બદલવામાં આવશે. આ યોજનામાં સરકારશ્રીના 2500 લાખની સહાય મંજુર થયા છે. તદ્દઉપરાંત ડુંગરા ગારમેન્‍ટ ઝોનમાં પાણી માટે રાઈઝીંગ લાઈન-ગુંજન ચોકડીની પ્રાઈમ હોટલ સુધી નવી ગટર અને પાર્કિંગ ડેવલપ કરાશે. ડિમોલેશન કરાયેલ જગ્‍યા દબાણ થશે તો 2 હજારની પેનલ્‍ટી ફરી ભુલ થાય તો 5 હજારની પેનલ્‍ટી વસુલાશે. ડુંગરા ગારમેન્‍ટ ઝોન ડ્રેનેજ, સ્‍ટ્રીટ લાઈટ પ્રોજેક્‍ટ તૈયાર કરી 80.20 સ્‍કીમ માટે ઈન્‍ડસ્‍ટ્રીઝ કમિશ્નરને સબમીટ કરાયો છે. નોટિફાઈડ બોર્ડની મિટિંગ ચેરમેન હેમંત પટેલની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વી.આઈ.એ. સેક્રેટરી કલ્‍પેશ વોરા સહિત જીઆઈડીસીના બોર્ડ મેમ્‍બર ઉચ્‍ચ અધિકારી સી.ઓ. સગર, ડી.એમ. મનીષા વસાની, એક્‍ઝી. એન્‍જિનિયર કપીલ ઓઝા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment