(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપીમાં આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજના સંસ્થાપક રમણલાલ કુંવરજી દેસાઈ (અચ્છારી)ની આજે સોમવારે 23મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ પરિવારે સામુહિક ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવી હતી.
રમણલાલ કુંવરજી દેસાઈ પીઢ સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના પાયાના કાર્યકર હતા. તેમનું સ્વપ્ન હતું કે, સ્થાનિક આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા હોવી જોઈએ. તેથી તેમના પ્રયત્નો થકી તેમના પૂત્ર શ્રી મિલનભાઈ દેસાઈએ વાપી જી.આઈ.ડી.સી.માં આર.કે. દેસાઈ કોલેજની સ્થાપના કરી હતી. આજે સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. કોલેજમાં બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ, બી.કોમ, બી.એડ કોલેજ તેમજ એમ.એસ.સી. સાયન્સ કોલેજ વિવિધ તમામ અભ્યાસક્રમોની સેપરેટ કોલેજો આર.કે. દેસાઈ કોલેજ સંકુલમાં કાર્યરત છે. આજે સંસ્થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્યતિથિએ કોલેજ પરિવારે ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવી હતી.