Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સરકારી પોલિટેક્‍નિક, દમણના સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગે ગત તા.15મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ એન્‍જિનિયર્સ દિવસના ઉપલક્ષમાં નિષ્‍ણાત તકનીકી વાટાઘાટોનું આયોજન કર્યું હતું. જેમાં વ્‍યાખ્‍યાનનો વિષય ‘‘ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પરિયોજનાઓમાં ભૂ-તકનીકી તપાસનું મહત્‍વ” હતો અને એના મુખ્‍ય વક્‍તા પ્રોફેસર ડો. નીલિમા સત્‍યમ (સિવિલ એન્‍જિનિરીંગ વિભાગ આઈઆઈટી ઈન્‍દોર) હતા. વ્‍યાખ્‍યાન સિવિલ એન્‍જિનિયરીંગસંરચનાઓના નિર્માણ પહેલાં જરૂરી પ્રયોગ અને સર્વેક્ષણ પર કેન્‍દ્રીત હતું.
કાર્યક્રમના પ્રારંભમાં સંસ્‍થાના આચાર્ય ટી. બાલગનેસને સભાને સંબોધિત કરી એન્‍જિનિયર્સ દિવસ બાબતે માહિતી આપી હતી. તેઓએ આ આયોજન માટે વિભાગ પ્રમુખ ડો. વેંકટ હનુમંત રાવ ચિત્તેમના પ્રયાસોની સરાહના કરી હતી. કાર્યક્રમના આયોજનમાં વેંકટરમણ અદુસુપલ્લે, વ્‍યાખ્‍યાતા અને હર્ષ મિશ્રા, વિદ્યાર્થી સંયોજક તથા અન્‍ય સ્‍ટાફ સભ્‍યો અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમનું આયોજન શ્રી સત્‍મ લીલાધરન (લાસ્‍ય લાઈફ સ્‍પેસેસ, મોટી દમણ)ના તરફથી કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે મોડલ/પોસ્‍ટર મેકિંગ સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.

Related posts

જય અંબે થાણાપારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી દાદરા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

vartmanpravah

શનિવારે કચીગામ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચી લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

Leave a Comment