Vartman Pravah
Breaking Newsસેલવાસ

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

પરિવારજનોએ એકથી વધુ હત્‍યારાઓ હોવાની શંકા વ્‍યક્‍ત કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના નરોલી ગામેથી મળેલ સિકયુરિટી સુપરવાઈઝરનો હત્‍યારાની ધરપકડ નરોલી પોલીસે કરી છે. બીજી તરફ એકથી વધુ હત્‍યારાઓ હોવાની શંકા મળતકના પરિવારજનોએ વ્‍યક્‍ત કરી છે.
ગત 18 ઓક્‍ટોબરના દિને નરોલી રોહિત ફળીયા ખાતે રહેતો સુંદરલાલ સાકેત ઉ.વ.40 જે અચાનક ગાયબ થયો હતો. એની ફરિયાદ એના ભાઈ વિજયે નરોલી પોલીસ મથકે નોંધાવી હતી. જેને લઈ પોલીસ તપાસ ચાલી રહી હતી. એ દરમ્‍યાન સુંદરલાલના ઘરથી લગભગ 400 મીટર દૂર એક આંબાવાડીમાં સુંદરલાલની ડિકપોઝ થઈ ગયેલી બોડી મળી આવી હતી.
જોકે હજુ પીએમ રિપોર્ટ આવ્‍યો નથી તેમજ એનું ડીએનએ ટેસ્‍ટ કરાયું નથી. પોલીસ તપાસમાં દૂધ વેચનારો રીક્ષા ચાલાક પ્રમોદ ગંભીરસિંહ સોલંકી મૂળ રહેવાસી વડ ફળિયા નરોલીનો રહીશ હોવાનું જાણવા મળી રહ્યુ છે જેની પૂછપરછ હાલ પોલીસ કરી રહી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્‍ડ આપવામા આવ્‍યા છે.
હાલમાં તો આરોપીએ પોતે જ હત્‍યા કરી હોવાનું કબૂલ્‍યુ છેપરંતુ ઘટના જોતા એમા બીજા પણ લોકો સામેલ હોય એવું લાગી રહ્યુ છે. પોલીસ તપાસમાં ખરી હકીકત બહાર આવશે. સુંદરલાલનો અંતિમ સંસ્‍કાર પરિવારની ઉપસ્‍થિતિમાં રવિવારે કરાયો હતો. જેમાં એની પત્‍ની અનસૂયા દેવી, એની બેન, ભાઈ વિજય તેમજ એની માતા ઉપસ્‍થિત રહયા હતા. આ પરિવાર છેલ્લા એક મહિના કરતા વધુ દિવસોથી સુંદરલાલની શોધખોળમા લાગ્‍યા હોય એમની પાસે પરત મધ્‍ય પ્રદેશ જવા માટે રૂપિયા નહી હોય એ જોતા સિકયુરિટી સીપીએફ કંપનીએ અનસૂયા દેવી સુંદરલાલને 10 હજારની આર્થિક મદદ પણ કરી છે.
સુંદરલાલના પરિવાના જણાવ્‍યા પ્રમાણે 11 વર્ષથી સિકયુરિટીનું કામ કરતો હતો અને મજબૂત બાંધાનો નીડર સાહસિક વ્‍યક્‍તિ હતો એના પર કાબૂ મેળવી એની હત્‍યા કોઈ એક વ્‍યક્‍તિ ન કરી શકે એવી શંકા ભાઈ વિજય તેમજ એની માતાએ વ્‍યક્‍ત કરી છે. જોકે હાલ પોલીસ રિમાન્‍ડ ચાલી રહયા હોય આવતા દિવસમાં બીજા અનેક ખુલાસા આ હત્‍યા કેસમા થઇ શકે એમ છે.

Related posts

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સર્વાંગી ઉજ્જવલ ભવિષ્‍ય માટે સંપઘ્રદેશ પ્રશાસન પ્રતિબદ્ધઃ પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ

vartmanpravah

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

Leave a Comment