(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ, ગ્રાન્ટેડના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ મહેંદી સ્પર્ધાનું અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ 9 ની દામિની ધનાંજય સિંગ, બીજા નંબરે સુવિધા ચિંટુભાઈ હળપતિ અને ત્રીજા નંબરે શીતલ દશરથભાઈ ગુપ્તા આવ્યા હતા. ધોરણ 10 માં પ્રથમ નંબરે પાયલ મુકેશભાઈ પટેલ, બીજા નંબરે દ્રિષ્ટી હિતેશભાઈ માહ્યાવંશી અને ત્રીજા નંબરે રિયા રાજેશભાઈ પટેલ આવ્યાં હતા. તેમજ કેશગૂંફનમાં ધોરણ 9 માં પ્રથમ નંબરે પ્રિયા રાજકુમાર ગૌતમ, બીજા નંબરે ઉર્વિ સંજયભાઈ પટેલ અને ત્રીજા નંબરે હની દિપક કુમાર સોની આવ્યાં હતા તેમને સંસ્થાના મે. ટ્રસ્ટી પૂ.કપિલ સ્વામી, ડાયરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય અને ડૉ. શૈલેશ લુહાર તેમજ શાળાના આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદનપાઠવ્યા હતા.