Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

ચન્‍દ્રકાન્‍ત ઢાંઢણ નામનો આ યુવાન શ્‍યામબાબામાં અતૂટ શ્રધ્‍ધા ધરાવે છે. અનેક વિઘ્‍નો વચ્‍ચે અત્‍યાર સુધી 55 હજાર કિ.મી.ની પદયાત્રા કરી ચૂક્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા. 09: મૂળ રાજસ્‍થાન પરંતુ મુંબઈને કર્મભૂમિ બનાવનાર એન્‍જિનિયર યુવાન ચન્‍દ્રકાન્‍ત ઢાંઢણ છેલ્લા ચાર વર્ષથી પ્રસિધ્‍ધ યાત્રાધઝામ ખાટુશ્‍યામ બાબા રાજસ્‍થાનના પુષ્‍કળ જિલ્લામાં આવેલ છે. 4 વર્ષથી સતત પદયાત્રા કરી રહેલ છે. 42મી પદયાત્રા દરમિયાન સોમવારે ચન્‍દ્રકાન્‍ત વાપી આવી પહોંચ્‍યો હતો. મુંબઈથીખાટુશ્‍યામ બાબા યાત્રાધામનું અંતર 1350 કિ.મી.નું છે. જે 41 વાર તે પદયાત્રા કરીને 55000 કિ.મી.ની પદયાત્રા અનેક વિઘ્‍નો અને મુશ્‍કેલીઓ વડે પાર પાડી રહ્યો છે. આસ્‍થાનું જીવંત ઉદાહરણ ચન્‍દ્રકાન્‍તએ પુરુ પાડયુ છે. મૂળ રામગઢ શેખાવટી ઢાંઢણ ગામ રાજસ્‍થાનના તેઓ વતની છે.
યાત્રાના સ્‍વ અનુભવો વર્ણવતા પદયાત્રી ચન્‍દ્રકાન્‍ત ઢાંઢરે જણાવ્‍યું હતું કે, બાબા તેની પાસે કઠીન કામ કરાવવા માગે છે તે પોતે સાયન્‍સનો વિદ્યાર્થી હોવા છતાં સંકટો વચ્‍ચે યાત્રા ચાલું રાખી છે. અનેકવાર બાબાનો સાક્ષાત્‍કાર પણ થયો છે. જંગલ જેવા માર્ગો, નિર્જન રસ્‍તાઓ પર લુંટારુ સામાન પણ લૂંટી જતા, કુતરાઓ બચકા પણ ભરતા હાઈવે ઉપર પુરપાટ દોડતા વાહનો થકી એકવાર અકસ્‍માતમાં પગનું હાડકું પણ તૂટી ગયેલું છે પરંતુ બાબાની મહેર કૃપાથી દિપડા જેવા જંગલી પ્રાણીઓના સામના વચ્‍ચે હાલમાં 42મી પદયાત્રાએ નિકળ્‍યો છું તેવું અડગ મનના પદયાત્રા ચન્‍દ્રકાંત ઢાંઢણે જણાવ્‍યું હતું. મોટી નવાઈની વાત ચન્‍દ્રકાંતએ એ જણાવી હતી કે તેનું ગુજરાન ભજનો થકી ચાલી રહ્યું છે. બસ ખાટુશ્‍યામ બાબાની કૃપા મહેરબાની છે.

Related posts

વાપી એલ.જી હરિયા સ્‍કૂલમાં વિશ્વ પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

વાપી સાન્‍દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગમાં બે દિવસીય બર્ન સારવારનો સેમિનાર યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કડક ટકોર છતાં ચીખલીના ફડવેલમાં મહિલા સરપંચના સ્થાને પતિ જ વહીવટ કરતા હોવાની સભ્યની રાવ

vartmanpravah

Leave a Comment