December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

સરપંચ સુમિત માહ્યાવંશી અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમે અભિયાન હાથ ધર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ઘણા ગામોમાં રખડતા જાનવરો લમ્‍પી વાયરસના સંક્રમણો વધી રહ્યા છે. જેનાથી ચર્મરોગ થાય છે, જાનવરના શરીરે ફોલ્લા થતા હોય છે. પરિણામે જાનવરની ઈમ્‍યુનિટી ઓછી થતા અશક્‍ત બની લાંબા ગાળે મૃત્‍યુ પામે છે તેથી આ મહામારીમાં બલીઠા વિસ્‍તારના જાનવરો ના સપડાય તેવા ઉમદા હેતુ રાખીને પંચાયત સરપંચ સ્‍મિત માહ્યાવંશી અને ટીમે જાનવરોને ડોક્‍ટરોએ સુચવેલ આયુર્વેદિક પેસ્‍ટ ખવડાવી હતી. આ અભિયાનમાં વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમના કાર્યકરો પણ જોડાયા હતા.
રખડતા ઢોર લમ્‍પી વાયરસનો વિશેષ ભોગ બની રહ્યા છે. આ વાયરસની જાનવરોમાં ઈમ્‍યુનિટી ઓછી થાય છે. શરિરે ફોલ્લા પડે છે. હાઈફીવરનો ભેગ બને છે અને પરિણામે મૃત્‍યુ પણ પામે છે તેથી નિર્દોષ જાનવરો લમ્‍પી વાયરસનો ભોગ ના બને તે માટે બલીઠા પંચાયતના સરપંચ સુમિત માહ્યાવંશી અને ટીમ તથા વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમના વર્ધમાન શાહ, ધવલ ઠાકુર, રવિન્‍દ્ર ગુપ્તાએ બલીઠા વિસ્‍તારમાં ફરી રખડતા જાનવરોને ડોક્‍ટરોએ સુચવેલ આયુર્વેદિક પેસ્‍ટ ખવડાવી ઉપચાર કર્યો હતો. આ દવાની મદદથી પશુધન કમોતે મરતુ અટકાવી શકાશે.

Related posts

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીએ 15 જુલાઈ સુધીમાં હયાતીનું વેરીફીકેશન કરાવી લેવું

vartmanpravah

Leave a Comment