Vartman Pravah
Breaking Newsદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

  • પવન ખેડા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ કોંગ્રેસની ટિપ્‍પણીનો જનતા આપશે જવાબઃ જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરુદ્ધ કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડાએ કરેલી અભદ્ર ટિપ્‍પણી સામે દમણમાં ભારે આક્રોશ ફેલાયો છે. દમણની જનતા તરફથી જિ.પં. સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલે આજે સવારે કડૈયા ખાતે નાની દમણ પોલીસ સ્‍ટેશન પહોંચી કોંગ્રેસ પ્રવક્‍તા ખેડા વિરૂદ્ધ ફરિયાદ પત્ર સુપ્રત કરી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. શ્રીમતી રીનાબેન પટેલે પોલીસને જણાવ્‍યું હતું કે, પવન ખેડા દ્વારા વિશ્વના યશસ્‍વી નેતા અને દેશના કર્મઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પિતાજી માટે કરાયેલી ટિપ્‍પણીથી સમગ્ર દેશ દુઃખી છે. દેશના વિવિધ શહેરોની સાથે દમણમાંપણ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા પવન ખેડા વિરૂદ્ધ ભારે આક્રોશ છે. તેથી પવન ખેડા વિરૂદ્ધ વિવિધ ધારાઓ અંતર્ગત ફરિયાદ દાખલ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવા શ્રીમતી રીનાબેન પટેલે માંગણી કરી હતી.
દમણ જિ.પં. સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ સુપ્રત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસની મોદી વિરોધી માનસિકતા દેશ ઘણીવાર જોઈ ચુક્‍યો છે. જ્‍યારે જ્‍યારે કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદીજી વિરૂદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે ત્‍યારે ત્‍યારે દેશની જનતાએ કોંગ્રેસને કડક જવાબ આપ્‍યો છે.

Related posts

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

Leave a Comment