Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે રહેતા પરપ્રાંતિય પરિવારની એક કિશોરીએ કોઈક અગમ્‍ય કારણોસર પોતાના હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતીપ્રમાણે રિયા સિંગ (ઉ.વ.17) રહેવાસી મહેશભાઈની ચાલ, રખોલી. મુળ રહેવાસી-ગોપાલગંજ બિહાર. તેણી રખોલી ખાતે માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. માતા-પિતા અને ભાઈ સવારે રખોલી બજારમાં શાકભાજીનો ધંધો કરે છે ત્‍યાં ગયાં હતા, ત્‍યારબાદ બપોરે એના પિતા પીવાનું પાણી લેવા માટે ઘરે આવ્‍યા ત્‍યારે જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, જેથી એમણે એમની દીકરીને બૂમ મારી પણ કોઈ જ જવાબ નહીં મળતા પાડોશીના ઘરના પાછળના ભાગેથી જઈને જોયું તો પાછળનો દરવાજો ખુલ્લો હતો જેમાંથી તેઓ ઘરમાં પ્રવેશ્‍યા હતા અને જોયું તો એમની દીકરી મૃત અવસ્‍થામાં પથારી પર પડેલી હતી. હેબતાઈ ગયેલા કિશોરીના પિતાએ એમના સાળાને અને ત્‍યારબાદ પોલીસને જાણ કરી હતી. સાયલી પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવી હતી અને કિશોરીની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

Leave a Comment