June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતી મંડળ સુરખાઈ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક, શૈક્ષણિક, બેરોજગારી જેવા મુદ્દાઓમાં યોગદાન આપી સમાજ માટે દીવાદાંડી બન્‍યું છે. સમાજમાં નવી ચેતના, ઉર્જા પ્રસરાવવા માટે છેલ્લા 25-વર્ષથી આયોજિત સમુહ લગ્નોત્‍સવમાં ચીખલી તથા આસપાસના છ જેટલા તાલુકાના નવ દંપતિઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સમૂહ લગ્નોત્‍સવની શરૂઆત વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ, આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ, અગ્રણી એ.કે.પટેલ, શાંતુભાઈ, ગંગાબેન, ચંપકભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કડોદરાના પીઆઈ રાકેશભાઈ તથા પ્રીતિબહેનના હસ્‍તે કળશ પૂજાથી કરવામાં આવી હતી. આચાર્ય મહેન્‍દ્રભાઈ દેસાઈની શાષાોક્‍ત વિધિથી સમૂહ લગ્નોત્‍સવને સફળ બનાવી સંપન્ન કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે નવ દંપતીઓને આર્શીવચન આપતા જણાવાયું હતું કે નવ દંપતિઓએ સમહુ લગ્નોત્‍સવમાં ભાગ લઈ સમાજને લોકોના ઉત્‍થાન માટે જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવી રહેલ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આયોજકોનેઅભિનંદન પાઠવ્‍યા હતા. 25-માં સમહુ લગ્નોત્‍સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર તમામ નવ દંપતિઓને દાતાઓના સહયોગથી કન્‍યાદાનમાં 51-જેટલી વસ્‍તુઓ ભેટમાં આપવામાં આવી હતી.

Related posts

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

Leave a Comment