Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ઊંડી ગટરમાં ફસાઈ ગયેલ શ્વાન બચ્‍ચાને રેસ્‍કયુ કરી ઉગારાયું

જીવદયા ગ્રુપ અને જીઆઈડીસી ફાયર ટીમની પ્રસંશનીય કામગીરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજ રોજ છેલ્લા અઠવાડિયાથી જ્ઞાન ધામ સ્‍કૂલ ગુંજનની સામે આવેલ ગટર લાઈનમાં ફસાયેલા શ્વાનના બચ્‍ચાંને વાપી જી.આઈ.ડી.સી. ફાયર વિભાગ, જીવદયા પ્રેમી હિતેશ રાઠોડ, વર્ધમાન શાહ અને ધવલ ઠાકુરના સહયોગથી કાઢી લેવાયું.
છેલ્લા અઠવાડિયાથી શ્વાનનું બચ્‍ચૂ ગટર લાઈનમાં ફસાયેલું હતું જે દર રોજ ભૂખના કારણે બૂમો પાડતું હતું પરંતુ તપાસ કરતા તે મળતું નહતું, ગટર લાઈન લગભગ 500 મીટર લાંબી હોવાથીબચુ કયાં સંતાઈ રહેતું એ જણાતું ના હતું, દરરોજ ગટરના ઢાંકણા ખોલી તેની તપાસ કરવામાં આવતી પણ મળતું ન હતું, આજ રોજ બચુ નજરે ચઢતા તરત જ સ્‍થળે પહોંચી જઈ તેને કાઢવાના પ્રયાસો કર્યા પરંતુ બચુ ડરના કારણે પાસે આવતું ન હતું અને ભૂખ ન કારણે તે બહાર જાતે નીકળવામાં અસમર્થ હતો, જ્‍યાં ફસાયું હતું તે ગટર લાઈનને બંને બાજુથી બંધ કરી દેવામાં આવી અને વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમની મદદથી લગભગ 2 કલાકની મહામહેનતે બચ્‍ચાંને જીવદયા પ્રેમી હિતેશ રાઠોડ અને વર્ધમાન શાહ દ્વારા સહી સલામત બહાર કાઢી લેવાયું.

Related posts

ચીખલીની કુમાર શાળાનો વિદ્યાર્થી વાદન સ્‍પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

Leave a Comment