October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

કેસર 1000 થી 1300, રાજાપુરી 600 થી 1000, હાફુસ 1000 થી 1500, દશેરી 500 થી 1300, દેશી 250 થી 300 રૂા. 20 કિ.ગ્રા.ના ભાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: હાલમાં કેરીની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. વલસાડજિલ્લાના વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકો શરૂ થઈ ગઈ છે તેથી કેરીના બજાવ ભાવ પણ ઘટવા માંડયા છે. હજુ ઘટશે તેવુ અનુમાન રખાઈ રહ્યું છે. જિલ્લામાં સૌથી મોટી ગણાતી કેરી માર્કેટ ધરમપુર, બામટીમાં એવરેજ 2500 ટન કેરીની આવક થઈ રહી છે તેથી ભાવો ઉતર્યા છે. જિલ્લામાં 4 થી 5 હજાર ટનની આવક થઈ રહી છે.
કમોસમી વરસાદ અને માવઠાને લઈ કેરી પાકને થયેલા નુકશાન વરવાના ખોટા નિવડયા છે. ઉલટાની કેરીનો પાક ડબલ વેગથી માર્કેટમાં ઠલવાઈ રહ્યો છે. પરિણામે હાલમાં કેસરનો 20 કિ.ગ્રા.નો ભાવ 1000 થી 1300, રાજાપુરી 600 થી 1000, હાફુસ 1000 થી 1500, દશેરી 500 થી 1300 તથા દેશી 250 થી 360 રૂા.ના ભાવો સરેરાશ ચાલી રહ્યો છે. હજુ જૂન માસમાં વધુ આવકો થશે તેવુ કેરીના વેપારી ભૈયાલાલ પટેલે જણાવ્‍યું હતું. હાલમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે જે પુરા થતા આવકો વધશે. બામટીમાં કાર્યરત 450 જેટલા સ્‍ટોલોમાં કેરી આવકથી ધમધમવા લાગ્‍યા છે. બહાર ગામ મહારાષ્‍ટ્રથી ખરીદી માટે આવતા વેપારીઓનો ધસારો વધી રહ્યો છે. ટૂંકમાં માવઠા કે કમોસમી વરસાદની અસર કેરી માર્કેટમાં જોવા મળી રહી નથી.

Related posts

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

vartmanpravah

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

Leave a Comment