Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

બ્રિટનના માજી એટર્ની જનરલ સર ફ્રેંક સોસ્‍કીએ ભારત વતી દલીલ કરતાં કહ્યું કે ઈ.સ.1818માં અંગ્રેજોની સત્તા આવ્‍યા પછી તેમણે આ અધિકાર ખૂબ મર્યાદિત કારણો માટે ચાલુ રાખ્‍યો હતો, તે સાથે જ પોર્ટુગીઝોએ અંગ્રેજોની હદમાં કોઈ હસ્‍તક્ષેપ (ઘાલમેલ) કરવી નહીં એવી સખત તાકીદ પણ કરી હતી

(…ગતાંકથી ચાલુ)
મૂળ કરાર અન્‍વયે નગરહવેલીમાં જકાત ઉઘરાવવાની જે સીમા આંકી અપાયેલી હતી તેનું વિના અધિકારે ઉલ્લંઘન કર્યાની ફરિયાદ પેશવાને મળવાને કારણે તેમણે દમણથી નગર હવેલી સુધી જવા આવવાનો પોર્ટુગીઝોનો હક્ક રદ્‌ કર્યો હતો.
આ પછીનો સંદર્ભ ઉપલબ્‍ધ થવા છતાં ઈ.સ.1779ની મૂળ સનદ મળવી આવશ્‍યક હતી. તે માટે પંડિત નેહરુએ એક તપાસ સમિતિની નિમણૂક કરી અને મુંબઈના ડાયરેક્‍ટર જનરલ ઓફ આર્કાઈવ્‍ઝ પુરાતન કાગળપત્ર તજજ્ઞ ડૉ. પી.એમ. જોષીને આ કામ સોંપ્‍યું હતું. આ સમિતિની નિમણૂક થતાં જ પોર્ટુગલ તરફી લોકો અને ગોવા રેડિયોએ તેના વિષે વિરોધ અને અપપ્રચાર ચાલુ કરી દીધો હતો. આ અભિયાનની શરૂઆતથી જ ગોવા રેડિયો પર ભારત વિરોધી પ્રચાર શરૂ થઈ ગયો હતો. તેનું નેટવર્ક પણ ઘણું પ્રબળ હતું તેનો ઉલ્લેખ આ પુસ્‍તકમાં થયેલો જ છે. એ વિષયમાં વાત કરતાં શ્રી બાબાસાહેબ પુરંદરેએ લખ્‍યું છે કે ડૉ. પી.એમ. જોષીની સાથે મારી અને ડૉ. અવસળકરની નિમણૂક આ સમિતિમાં થઈ હતી. સાંજનો સાડા છનો સમય હતો. કાર્યાલયનો સમય પૂરો થઈ ગયો હોવાથી ડૉ. જોષીના કાર્યાલયમાં અમે ત્રણ જ જણા હતા. ડૉ. જોષીએ કહ્યું કે તમારે આ સંદર્ભમાં બધા કાગળપત્રો તપાસી જોવાના છે. તમે ભારત સરકારના અધિકૃત પ્રતિનિધિ છો એવો પત્ર તમને આપવામાં આવશે પણતેની આવશ્‍યકતા પડે તો જ ઉપયોગ કરજો. અમે બધું સમજી લીધું અને અમારા મુકામે પાછા ગયા. એકાદ કલાકમાં જ શ્રી જોષી બોલાવે છે એવો સંદેશો આવ્‍યો. શું થયું હશે તેની કલ્‍પના થતી ન હતી. અમે બંને પાછા ગયા. જતાંવેંત તેમણે પૂછ્‍યું કે, ત્‍યાંથી નીકળ્‍યા પછી અમે આ વાત કોઈને કરી છે કે કેમ. અમે એમને આવી કોઈ વાત થઈ ન હોવાનું કહ્યું. એટલું જ નહીં તો અમારી આપસમાં પણ આ વિષે ચર્ચા થઈ નથી એમ કહેતાં જ તેમણે જણાવ્‍યું કે હમણાં જ ગોવા રેડિયો પરથી એવા સમાચાર પ્રસારિત થયા છે કે મુંબઈ સરકારે પોર્ટુગીઝો સામે બનાવટી પુરાવા એકત્ર કરવા માટે શ્રી બી.એમ.પુરંદરે અને શ્રી એસ.વી.અવસળકર એવા બે બનાવટી સંશોધકોની નિયુક્‍તિ કરી છે.
પંડિત નેહરુએ નીમેલી આ જ સમિતિમાં સભ્‍ય તરીકે એક ગોમાંતકીય ખ્રિસ્‍તી નાગરિક ડીસિલ્‍વા હતો, જેના હાથ નીચે સર્વશ્રી ડૉ. શેજવલકર, પોતદાર, ગ.હ. ખરે જેવા વિદ્વાનો હતા. પૂનાના પેશવા કાર્યાલયમાં આ બધા કાગળપત્રો તપાસવાનું કામ ચાલુ હતું ત્‍યારે શેજવલકરને સંશય પડયો કે આ માણસ તેમાં કાગળપત્રો સંતાડીને બહાર લઈ જાય છે. તેમણે તત્‍કાલ પી.એમ.જોષીને આ વાત કરી. પણ તે માણસ પોતે અધિકારી વ્‍યક્‍તિ હોવાથી એને તો કંઈ કહી શકાય તેમ ન હતું એટલે છેવટે શ્રી નહેરુનાકાને આ વાત નાખતાં એમણે તેની બદલી કરીને તેને સ્‍થાને પંજાબી હિંદુ મુખીની નિમણૂક કરી. શેજવલકરની ઈચ્‍છા હતી કે ઓછામાં ઓછું એક એવો કાગળ આપણને મળવો જોઈએ જેનાથી પોર્ટુગીઝોની આ પ્રદેશમાં આવજા કરવાની માગણી નકારી શકાય. આ કાગળ એટલે દસ્‍તક. પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી. જેને દસ્‍તક એટલે કે આજના સમયનો વીઝા કહેતા. આવો એક પણ દસ્‍તક મળે તો આપણું કામ સરળ થવાનું હતું, કારણ કે સાલાઝાર દમણમાંથી તેમને સિલવાસા સૈન્‍ય લઈ જવા દેવાની રઢ લઈને બેઠો હતો. આવો દસ્‍તક આપણા હાથમાં આવી જાય તો પેશવાની ગેરહાજરીમાં ભારત સરકાર આ પ્રદેશની માલિક હોવાથી તેને ભારત સરકારની પરવાનગી લેવી પડે. આ તપાસના કામ દરમિયાન એક માહિતી મળી કે મુંબઈના સેંટ ઝેવિયર કોલેજના ફાધર હેરસ પાસે આ મૂળ કરારનો એક ફોટો હતો. આ માહિતીના આધારે ભારત સરકારે તે માટે એની પૂછપરછ કરતાં શરૂઆતમાં તો તેના તરફથી કોઈ સહકાર મળ્‍યો નહીં. પરંતુ સરકારે તેના ઘરની ઝડતી લઈને આ ફોટાની નકલ મેળવી. દરમિયાન પેશવ દફતરની 14 નંબરની કસ્‍ટમ ચોકીમાં એક મરાઠી કારકુનને આ દસ્‍તક જડયો. (પંડિત નેહરુએતેના કામની કદર કરીને તેને પત્ર પાઠવ્‍યો હતો. ‘તમે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે. દેશ એ માટે ગૌરવ અનુભવે છે’ એવું એ પત્રનું લખાણ હતું.)
આ પછી મૂળ કરારમાંના જાગીર શબ્‍દનો પોર્ટુગલે કરેલો અર્થ અને મૂળ કરારનો સાચો અર્થ એ મુદ્દા ઉપર ન્‍યાયલયમાં ઘણી દલીલો થઈ. એ કરારને આધારે પોર્ટુગલનું એમ કહેવું હતું કે, પેશવાના સમયમાં મળેલો આ અધિકાર અંગ્રેજોના સમયમાં પણ ચાલુ હતો અને ભારત સરકારની સત્તા આવ્‍યા પછી પણ ચાલુ જ છે, તેથી આ અધિકારને પરંપરાનું બળ પ્રાપ્ત થયું છે. બ્રિટનના માજી એટર્ની જનરલ સર ફ્રેંક સોસ્‍કીએ ભારત વતી દલીલ કરતાં કહ્યું કે ઈ.સ.1818માં અંગ્રેજોની સત્તા આવ્‍યા પછી તેમણે આ અધિકાર ખૂબ મર્યાદિત કારણો માટે ચાલુ રાખ્‍યો હતો, તે સાથે જ પોર્ટુગીઝોએ અંગ્રેજોની હદમાં કોઈ હસ્‍તક્ષેપ (ઘાલમેલ) કરવી નહીં એવી સખત તાકીદ પણ કરી હતી.

(ક્રમશઃ)

Related posts

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

Leave a Comment