October 17, 2026
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડ

ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલની વિદ્યાર્થીની બેડમીન્‍ટન સ્‍પર્ધામાં રાજ્‍ય અને રાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં વિજેતા બની

અંતરિયાળ કપરાડાના મરવડ ગામની સોનાલી સુરેશભાઈ ભોયાએ રાજ્‍યમાં ગોલ્‍ડ મેડલ અને રાષ્‍ટ્રિ સ્‍તરે બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 : ઉદવાડા ભગીની સમાજહાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીએ રાજ્‍ય કક્ષાના રમોત્‍સવમાં ગોલ્‍ડ મેડલ અને રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્‍ઝ મેડલ વિજેતા બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બની હતી.
અંતરિયાળ આદિવાસી વિસ્‍તારના મરવડ ગામની સોનાલી સુરેશભાઈ ભોયા ઉદવાડા ભગીની સમાજ હાઈસ્‍કૂલ ધો.11માં અભ્‍યાસ કરે છે. રાજ્‍ય કક્ષાનો સુરતમાં યોજાયેલ રમોત્‍સવમાં બેડમિન્‍ટન સ્‍પર્ધામાં ભાગ લઈ રાજ્‍ય કક્ષાએ પ્રથમ વિજેતા બનતા ગોલ્‍ડ મેડલ મેળવ્‍યું હતું. જ્‍યારે રાષ્‍ટ્રિય કક્ષાનો રમોત્‍સવ ઉત્તરાખંડ દહેરાદુનમાં તાજેતરમાં યોજાયો હતો. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ સોનાલી ભોયાએ કર્યું હતું. અંડર-17માં 32 કિ.ગ્રા.ની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં સોનાલી ત્રીજા ક્રમે વિજેતા બની બ્રોન્‍ઝ મેડલ મેળવી વલસાડ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આજે ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલમાં દહેરાદુરથી વિજેતા બની સોનાલી સ્‍કૂલમાં આવી હતી ત્‍યારે આચાર્યો ચેતનાબેન અને વિદ્યાર્થીઓએ ઉમળકાભેર સોનાલીનું સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

સરીગામની મેક્‍લોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં ‘રાષ્‍ટ્રીય સુરક્ષા સપ્તાહ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની મિટિંગ યોજાઈ

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment