સેલવાસના વિદ્યાર્થી પ્રિતમ યાદવે 170કિલો વજન ઊંચકી પ્રથમ ક્રમ હાંસલ કરી સંઘપ્રદેશનું રોશન કરેલું નામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : ફિટનેસને આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 29મી ઓગસ્ટ, 2019ના રોજ જ્ત્વ્ ત્ફઝત્ખ્ મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ચળવળનું ધ્યેય વર્તનમાં પરિવર્તન લાવવાનું અને વધુ શારીરિક રીતે સક્રિય જીવનશૈલી તરફ આગળ વધવાનું છે. જે અંતર્ગત મિશનને હાંસલ કરવા દાનહ અને દમણ-દીવમાં ભારતીય ડેડલિફટ ફેડરેશન દ્વારા ડેડલિફટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહના ડોકમરડીના ઓડિટોરિયમ હોલમાં વિક્રમ ફોગાટ દ્વારા સંઘપ્રદેશ સ્તરીય ડેડલિફટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગની કેન્દ્ર શાળા સેલવાસ ખાતેની અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ખેલાડી શ્રી પ્રિતમ યાદવે ભાગ લઈને 170કિલો વજન ઊંચકીને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્રથમ ક્રમ મેળવી પ્રદેશનું નામ રોશન કર્યુ છે.
આ ચેમ્પિયનશીપમાંદાનહ અને દમણ-દીવમાંથી 152 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-84 શરીરનું વજન ધરાવનાર ખેલાડીઓમાં સેલવાસના 14 વર્ષના શ્રી પ્રિતમ યાદવે 170 કિલો વજન ઊંચકી ઇતિહાસ રચતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. આગામી 20ઓગસ્ટના રોજ દેશભરના ઘણા ખેલાડીઓ દિલ્હી ખાતે આ સ્પર્ધામાં ભાગ લેશે.
શ્રી પ્રીતમ યાદવ કઠોર પરિશ્રમ કરી સ્પર્ધામાં પોતાની કાબેલિયતનું પ્રદર્શન કરશે. આ અવસરે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા દાનહ જિલ્લા પંચાયત સીઈઓ ડો.અપૂર્વ શર્મા, સહાયક હિસાબી અધિકારી શ્રી મિથુન રાણા, શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, દાનહ રમત ગમત સંયોજક અને કેન્દ્ર શાળા (અંગ્રજી માધ્યમ)ના આચાર્યએ શુભકામના પાઠવી હતી.