Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો

વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રીક મેળવનાર ધારાસભ્‍ય ભરતભાઈ પટેલનું શાલ ઓઢાડી અભિવાદન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓનો પરિચય મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મેળાવડામાં ઉપસ્‍થિત યુવક યુવતીઓ અને વાલીઓને સંબોધતાં વલસાડના લોકપ્રિય ધારાસભ્‍ય અને વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે કોળી પટેલ સમાજના લોકો નોકરી અને ધંધા રોજગાર માટે ગુજરાત રાજ્‍ય જ નહીં પરંતુ દેશ વિદેશમાં વિસ્‍તરેલા છે. ત્‍યારે સમાજથી દૂર રહેતા દિકરા અને દિકરીઓ માટે યોગ્‍ય પાત્રની પસંદગી કરવા માટે આવા પરિચય મેળા ખુબ જ અગત્‍યનું માધ્‍યમ બની રહે છે.
સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલએ વધુમાં કહ્યું કે, વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા આજે ચોથો પરિચય મેળો યોજાયો છે. જેમાં 100 થી વધુ યુવક યુવતીઓ કે જેમણે ઉચ્‍ચ અભ્‍યાસ કરી ડિગ્રીઓમેળવી છે તેઓએ તેમનાં પરિચય ફોર્મ રજૂ કર્યા છે. તેમણે કહ્યુ કે આ સંખ્‍યા હજુ વધવી જોઈએ. અને સમાજે લઘુતા ગ્રંથી છોડી ને માનસિકતા બદલવી જોઈએ. આ મેળાના માધ્‍યમથી અનેક લગ્ન ઉત્‍સુક યુવક યુવતીઓને યોગ્‍ય પાત્રની પસંદગી કરવામાં સરળતા મળી રહેતી હોય છે. સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલએ વધુમાં કહ્યું કે વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે. દર વર્ષે તેજસ્‍વી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવા માટે તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ, ગરબા મહોત્‍સવ, શેરી ગરબા હરિફાઈ, સમુહ લગ્ન, રાહત દરે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડીકલ કેમ્‍પ, ક્રિકેટ ટુર્નામેન્‍ટ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. વલસાડ ખાતે યોજાયેલા આ પરિચય મેળામાં ઉપસ્‍થિત યુવક યુવતીઓ અને તેમના વાલી ઓ દ્વારા પરિચય આપવામાં આવ્‍યાં હતાં.
આ પ્રસંગે વલસાડ વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જંગી બહુમતીથી ચૂંટણીમાં વિજય મેળવનાર વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલનું વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાન અને પૂર્વમામલતદાર શ્રી મોરારભાઈ પટેલનું તેમનાં સમાજના ઉત્‍કર્ષ માટે આપેલા યોગદાનને બિરદાવી શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
વલસાડ ખાતે તિથલ રોડ ખાતે આવેલ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંડળના ઉપ પ્રમુખ શ્રી શશિભાઈ પટેલ, મંત્રી શ્રી રામુભાઈ પટેલ અને સહમંત્રી શ્રી રોહિતભાઈ પટેલએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમની સફળતા માટે મંડળના કાર્યકરો આશિષભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, જિગીષાબેન પટેલ અને દર્શનાબેન પટેલએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ સહીત પારડી, સુરત, બીલીમોરા, દમણ અને મુંબઈથી પણ કોળી પટેલ સમાજના વાલીઓ અને યુવક યુવતીઓ હાજર રહ્યા હતા.

Related posts

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદભાઈ રાણાએ મોટી દમણની નવી શાકભાજી માર્કેટની બાજુમાં પડેલી ખાલી જગ્‍યામાં સર્વ સમાજ માટે પાર્કિંગ સાથેનો ટાઉન હોલ બનાવવા પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

Leave a Comment