Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

સમર કેમ્‍પમાં દમણના 650 અને દાદરા નગર હવેલીના 450 સ્‍પર્ધકોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દાદરા નગર હવેલી અને દમણમાં 8મેના રોજ આયોજિત 15 દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગકેમ્‍પની સોમવારે પૂર્ણાહુતિ થઈ હતી. આ રમત પ્રશિક્ષણ શિબિરમાં નિષ્‍ણાત રમતગમત કોચ દ્વારા યુવાનોને ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ-ટેનિસ, તીરંદાજી, મલખંમ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, ચેસ, કરાટે, બોક્‍સિંગ, લોન ટેનિસ, યોગાસન, બીચ વોલીબોલ વગેરેની તાલીમ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દમણના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશ પ્રદેશમાં રમત-ગમત સંસ્‍કળતિના વિકાસ માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અને યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સેક્રેટરી ડો. અરૂણ ટીના માર્ગદર્શનમાં અને દાનહ અને દમણ જિલ્લા યુવા બાબતો અને રમત-ગમત વિભાગના નિયામક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે નવીનતમ કૌશલ્‍યો અને જ્ઞાન શીખવવા માટે 8મી મે, 2023ના રોજ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‌સ કોચિંગ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે 7.30 થી 10.30 સુધી ચાલેલા આ સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પમાં દમણમાં 650 અને દાદરા નગર હવેલીમાં 450 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમર સ્‍પોર્ટસ કોચિંગ કેમ્‍પને સફળ બનાવવા શ્રી અક્ષય કોટલવાર, શ્રીદેવરાજસિંહ રાઠોડ, શ્રી મહેશ પટેલ, યુવા બાબતો અને રમતગમત વિભાગના અધિકારીઓ અને વિભાગના કોચ અને સ્‍ટાફે સહયોગ આપ્‍યો હતો.

Related posts

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment