June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ


ખેડૂતોનો એક જ અવાજ : પાવરગ્રીડ તરફથી વળતર નહી ચુકવા યતો ખેતરમાં પગ નહી મુકવા દઈએ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા 440 કે.વી. અને 765 કે.વી. હાઈટેન્‍શન લાઈન નાખવાની વલસાડ જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોની જમીન આવી રહી છે તેના વળતર માટે તાજેતરમાં મિટિંગ યોજાઈ હતી.
ગાઝેબો પાર્ટી પ્‍લોટ તિઘરા ખાતે નવસારીના સી.એ. વિનોદભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. જેમાં અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. મિટિંગમાં વિનોદભાઈએ જણાવ્‍યું હતું કે, હાલમાં જંત્રી મુજબ અપાતું વળતર બોગસ હોવાનું જણાવી તેમણે એક્‍સપ્રેસ વેમાં મળેલ વળતર ગણતરી લઈ તેના બમણા કરી 100 ટકા સોલેશિયમ વળતરગણતરી કરી 85 ટકા મળવા જોઈએ. વિવિધ કાયદાકીય માહિતી તેમણે પાવરગ્રીડના અધિખારી દિલીપભાઈ કસ્‍તુરીને આપી હતી. ખેડૂતોએ નક્કી કર્યું હતું કે, જ્‍યાં સુધી પાવરગ્રીડ તરફથી વળતર ચુકવવામાં નહી આવે ત્‍યાં સુધી ખેડૂતો ખેતરમાં પગ મુકવા દેશે નહીં. ભારતીય કિસાન સંઘ પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ અને કિરણભાઈએ ધારદાર દલીલો કરી હતી. મિટિંગમાં વલસાડ જિલ્લા પાવરગ્રીડ ટ્રાન્‍સમિશન અસરગ્રસ્‍ત સમન્‍વય સમિતિની પણ રચના કરવામાં આવી હતી.

Related posts

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

Leave a Comment