Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શાળાના સંચાલક શ્રી ડો.પ્રશાંતસિંહ પરમારના ર્માદર્શન હેઠળ આશા ગાંધી વિદ્યાલયનું વર્ષ-2022-23નું ઝળહળતું પરિણામ. આશા ગાંધી વિદ્યાલય રોણવેલનું એસ.એસ.સી. માર્ચ 2023માં 77.77 ટકા ગૌરવવંતુ પરિણામ મેળવ્‍યું છે.જેમાં પટેલ પ્રાચી. આર. 99.24 PR સાથે પ્રથમ, પટેલ વૈદેહિ વી.96.74 PR સાથે દ્વિતિય અને વંશિકા કે એ 96.63 PR સાથે તૃતિય સ્‍થાને રહ્યા હતા. આ સાથે શાળાનું સતત બીજા વર્ષે ઝળહળતું પરિણામ આવ્‍યું છે. પ્રણમ વર્ષે 2021-22માં એસ.એસ.સી.નું 100 ટકા પરિણામ આવ્‍યું હતું. ધોરણ-12 સાયન્‍સનું વર્ષ 2022-23નું પરિણામ 60 ટકા રહ્યું હતું. આ સાથે સારું પરિણામ આવતા શાળા પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શાળાના સંચાલક શ્રી ડો.પ્રશાંતસિંહ પરમાર અને આચાર્યશ્રી તેમજ શાળાના શૈક્ષણિક કર્મચારીઓએ પાસ થનાર વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી. શાળાની સિધ્‍ધિ માટે શાળા પરિવાર અને વાલીઓનો સાથે સહકાર તેમજ વિદ્યાર્થીઓની મહેનતને ડો.પ્રશાંતસિંહ પરમારે બિરદાવી હતી.

Related posts

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

અશ્વમેઘ વિધાલય સોઢલવાડામાં વિજ્ઞાનપ્રવાહમાં પલક વિપુલભાઈ પટેલ B1ગ્રેડ PR 79.09 મેળવી મેળવીને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

Leave a Comment