(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી નજીકનામજીગામમાં ચીખલી બીલીમોરા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની જોડતા લિંક રોડ સ્થિત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ફયુઝ વિનાનુ ખુલ્લુ ફયુઝ બોક્ષ અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ ટ્રાન્સફોર્મર રોડને અડીને હોવા સાથે રોડ લેવલથી ખૂબ જ ઓછી ઊંચાઈએ હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે જવાબદાર વીજ કંપનીના અધિકારીઓ મરામત કરાવે તે જરૂરી છે.
