August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

દમણ જિલ્લા અને શહેરમાં પ્રતિ કિલો દરના હિસાબે કચરો એકત્રિત કરતી સીડી ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીએ માપમાં પાપ કરી અત્‍યાર સુધી લાખો રૂપિયાનું ફેરવેલું ફૂલેકું: કેટલાક કાઉન્‍સિલરો અને તંત્રના કેટલાક અધિકારીઓની ભૂમિકા પણ સંદિગ્‍ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
દમણ જિલ્લા અને શહેરના કચરાનો યોગ્‍ય રીતે નિકાલ નહીં કરવા બદલ કોન્‍ટ્રાક્‍ટર સીડી ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીના વિરૂદ્ધ જાહેર આરોગ્‍યની સાથે બાંધછોડ કરવા બદલ પ્રદુષણ અધિનિયમ અંતર્ગત તાજેતરમાં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધવામાં આવ્‍યો હતો. પરંતુ આ કચરા કાંડમાં ઘણાંની ભૂમિકા સંદિગ્‍ધ હોવાનું પ્રથમ દર્શનીય રીતે બહાર આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને જિલ્લા કલેક્‍ટરને મળેલી ફરિયાદના આધારે ડમ્‍પિંગ સાઇટનું આકસ્‍મિક નિરીક્ષણ કરતા તેમને પણ અનેક અનિયમિતતા ચાલી રહી હોવાનું દેખાયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સીડી ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીને દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયત વિસ્‍તારના આવતા કચરાના વજન દીઠ નિર્ધારિત દરે ચુકવણુંકરવામાં આવે છે. દરરોજ ઓછો કચરો આવતો હોવા છતાં વજનમાં છેડછાડ કરી અધિક વજન બતાવી દર મહિને પ્રશાસનના લાખો રૂપિયાનો કારોબાર આ એજન્‍સી દ્વારા થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશના નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરના આકસ્‍મિક નિરીક્ષણ બાદ વજનની તપાસણી માટે ગ્રામ પંચાયતોના એન્‍જિનિયરોની જવાબદારી ફિક્‍સ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે અને ગ્રામ પંચાયતોના સેક્રેટરી તથા અન્‍ય સ્‍ટાફોને રાત્રિ મોનિટરિંગ માટે પણ નિયત કરાયા હોવાની પણ માહિતી સાંપડી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાલિકાના કેટલાક કાઉન્‍સિલરો અને અધિકારીઓને 15 થી 20 ટકા જેટલી ચુકવણી દર મહિને કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સી દ્વારા થતી હોવાના કારણે તેઓ અત્‍યાર સુધી મૌન ધારણ કરી રહ્યા હતા. પરંતુ આ ઘટનાની જાણકારી સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત અને જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવને મળતાં જ તેમણે ગત તા.21મી ડિસેમ્‍બર, 2021ના રોજ ડમ્‍પિંગ સાઈટની આકસ્‍મિક મુલાકાત લેતા અનેક અનિયમિતતા અને ગેરરીતિઓ તેમની નજરે પડી હતી. જેના કારણે સંબંધિત સીડી ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીના વિરૂદ્ધ કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્‍યો હતો.
મળતી માહિતી પ્રમાણે કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સી દ્વારા ડમ્‍પિંગ સાઈટ ઉપર સીસી ટીવી કેમેરાતથા કચરો ઉઠાવવાવાળા વાહનો ઉપર જીપીએસ સિસ્‍ટમ લગાવવી ફરજીયાત હતી. પરંતુ અત્‍યાર સુધી ડમ્‍પિંગ સાઈટના નિર્ધારિત માપદંડોનું પણ પાલન નહીં કર્યું હોવાનું જાણવા મળે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોન્‍ટ્રાક્‍ટર દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓને રોકવા માટે સેન્‍ટ્રલ કન્‍ટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે જ્‍યાંથી કચરાને લઈ આવતી ગાડીઓ ઉપર નજર રાખવામાં આવશે અને આ કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી વિવિધ કર્મચારીઓને પણ ફરજ ઉપર તૈનાત કરાયા છે.
દમણ જિલ્લામાં ચાલી રહેલા કચરા કાંડમાં પ્રશાસન ઊંડું ઉતરી તપાસ કરે તો ઘણાં ભેદભરમો બહાર આવવાની શક્‍યતા નકારાતી નથી.

Related posts

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમાન બ્રહ્માની સલાહ માતા-પિતા બાળકોને વેફર, કૂરકૂરે, બિસ્‍કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવાનું બંધ કરશે તો બહુ જલદી સંઘપ્રદેશ કુપોષણથી મુક્‍ત બનશે

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

Leave a Comment