Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના કુકેરી ગામની શાંતાબા વિદ્યાલયનું ધોરણ-10 નું 71.21 ટકા પરિણામ જાહેર થયું હતું. શાળામાં પાયલબેન રવીન્‍દ્રભાઈ પટેલ 87.67 ટકા સાથે શાળા કક્ષાએ પ્રથમ આવી હતી. સરકારની ગ્રાંટ વિનાદાતાઓના સહયોગથી રહેવા જમવાની વિનામૂલ્‍યે સગવડ સાથે આધુનિક શિક્ષણ પૂરું પાડતી કુકેરીની શાંતાબા વિદ્યાલયનો ચાલુ વર્ષે પણ પરિણામમાં ઉતકુષ્ટ દેખાવ રહ્યો હતો. સંસ્‍થાના કર્તાહર્તા પરિમલસિંહ પરમારે તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.
તલાવચોરા હાઈસ્‍કૂલનું 59.10 ટકા જેટલા પરિણામમાં મનન લાડ 89.00 ટકા સાથે શાળામાં પ્રથમ, ધર્મીકુમાર લાડ 87.05 ટકા સાથે બીજા જ્‍યારે આર્ચી પટેલ અને ખુશી પટેલ 86.33 સાથે ત્રીજા ક્રમે આવી હતી. ચીખલીની ઈટાલીયા હાઈસ્‍કૂલનું 46.03 પરિણામમાં જૈની પટેલ 88.17 ટકા સાથે પ્રથમ શ્વેતાબેન પ્રજાપતિ 85.50 ટકા સાથે બીજા ક્રમે જ્‍યારે યાત્રી પરમાર 83.50 ટકા સાથે ત્રીજા ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
સમરોલીની શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલનું 100 ટકા પરિણામ જાહેર થતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. જેમાં દેવાંશી પટેલ 98.23 પર્સન્‍ટાઈલ રેંક સાથે પ્રથમ, જેની પટેલ 94.00 ટકા સાથે બીજા ક્રમે આવી હતી. સંસ્‍થાના પ્રમુખ સ્‍વામી ઘનશ્‍યામ પ્રકાશ દાસજીએ તમામ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા.
રૂમલાની જાગૃતિ વિદ્યાલયનું 54 ટકા જેટલું પરિણામ આવતા મેહરકુમારી 95.06 પીઆર સાથે પ્રથમ, વિશ્રુતિકુમારી 93.29 પીઆર સાથે બીજા ક્રમે આવી હતી. તમામ વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખધેલાભાઈ, ઉપ પ્રમુખ નરેશભાઈ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા.
બામણવેલની નવ નિર્માણ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના 42.11 ટકા જેટલા પરિણામમાં નેન્‍સી પટેલ 79.67 ટકા સાથે પ્રથમ, મિતાલિબેન રાઠોડ 71.67 ટકા સાથે બીજા ક્રમે. જ્‍યારે મહેન્‍દ્ર જાદવ 68.67 ટકા સાથે ત્રીજા ક્રમે આવ્‍યો હતો.

Related posts

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ની લાલચ આપી લાખો રૂપિયા હડપનાર સેલવાસ ન.પા.ના કર્મચારીએ આપ્‍યું રાજીનામું

vartmanpravah

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment