Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : શનિવારે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સહિયારા પ્રયાસથી ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં સંઘપ્રદેશના કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે લાભાર્થી સંમેલનનું આયોજન કેન્‍દ્રિય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના રાજ્‍ય મંત્રી શ્રી કૌશલ કિશોર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમના હસ્‍તેલાભાર્થીઓને વિવિધ લાભોના ચેકો તથા કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દાનહ જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સંયુક્‍ત આયોજનથી ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભોના વિતરણ માટે યોજાયેલ લાભાર્થી સંમેલનમાં કેન્‍દ્રિય મંત્રી શ્રી કૌશલ કિશોરે પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રની ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં દેશ સહિત સંઘપ્રદેશના મધ્‍યમ વર્ગને ધ્‍યાનમાં રાખીને પરિવહન, આરોગ્‍ય સેવાઓ, ટેક્‍સ વગેરેને લગતા ઘણાં કામો કર્યા છે. જેણે દેશનું ચિત્ર બદલી નાખ્‍યુ છે. મંત્રીશ્રી કૌશલ કિશોરે જણાવ્‍યું હતું કે, આજે દેશનો દરેક નાગરિક સીધો કેન્‍દ્ર સરકારનો સંપર્ક કરી શકે છે. વડાપ્રધાનશ્રીના સતત પ્રયાસોને કારણે દરેક વર્ગ ખાસ કરીને મધ્‍યમ વર્ગના જીવન ધોરણમાં અભૂતપૂર્વ સુધારો થયો છે અને આજે દેશના 27 કરોડથી વધુ લોકો ‘આયુષ્‍યમાન ભારત’ આરોગ્‍ય ખાતા સાથે ડિજિટલ રીતે જોડાયેલા છે. ઉપરાંત શહેરોના ક્‍વોલીટી સાથેના વિકાસના વેગને સુનિヘતિ કરવા જેમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સહિત તમામ બાબતોમાં સુધારો કરવા, આવાસ, આરોગ્‍ય અને વીજળી પુરવઠા જેવી સુવિધાઓને વિશ્વ કક્ષાની બનાવવાનું કામ કરવામાં આવીરહ્યું છે.
મંત્રીશ્રી કૌશલ કિશોરે વધુમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારતે અસાધારણ પરિવર્તન જોયું છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનવાની સફળતા પ્રાપ્ત કરી છે.
કાર્યક્રમના પ્રારંભમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે કેન્‍દ્રિય મંત્રી શ્રી કૌશલ કિશોરનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ શ્રી દીપેશભાઈ ટંડેલે તેમના ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વમાં કેન્‍દ્રની ભાજપ સરકાર નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, છેલ્લા 9 વર્ષ પહેલાં સંઘપ્રદેશ શિક્ષણ, આરોગ્‍ય, પ્રવાસન, રસ્‍તા, આવાસ વગેરે જેવી યોજનાઓ બાબતે અસ્‍પૃશ્‍ય હતા. પરંતુ વર્ષ 2014 બાદ મોદી સરકારે આ ટચૂકડા સંઘપ્રદેશમાં સતત વિકાસની ગંગા વહાવીને પ્રદેશની ‘સૂરત અને સિકલ’ બદલી નાખી છે. જેમાં પ્રધાનમંત્રી શ્રી મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરીને આપણો કેન્‍દ્ર શાસિત પ્રદેશ આગળ વધી રહ્યો છે જેમાં સ્‍પષ્ટ અને સકારાત્‍મક નીતિઓના કારણે આપણો ટચૂકડો સંઘપ્રદેશ સંપન્ન અને સમૃદ્ધ બન્‍યો છે. પ્રધાનમંત્રી મોદીના કુશળ માર્ગદર્શન અને પ્રશાસકશ્રીના સફળ નેતૃત્‍વમાં એન્‍જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ,ફેશન ડિઝાઇનિંગ જેવી ઉચ્‍ચ અભ્‍યાસક્રમોની કોલેજો ખુલતા પ્રદેશના યુવાનો ઉચ્‍ચ અભ્‍યાસ દ્વારા દેશ-વિદેશમાં સન્‍માનજનક પદો પર બિરાજમાન થઈ રહ્યા છે.
આ આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રમુખ રજનીબેન શેટ્ટી, ઉપ પ્રમુખ શ્રી કિશનસિંહ પરમાર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, ગ્રામ્‍ય જિલ્લા ભાજપ પ્રમુખ દિપક પ્રધાન, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉત સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટીની ઈ-બસ સેવાના સંચાલન અને પ્રબંધન માટે સંઘપ્રદેશ પ્રશાસનને મળેલો પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

vartmanpravah

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

Leave a Comment