April 24, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં તારીખ 1/4/24 ને સોમવારનાં રોજ શાળાના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વિદ્યારંભ કાર્યક્રમ યોજી સરસ્‍વતી પૂજા દ્વારા કરાઈ. નવા શૈક્ષણિક વર્ષ 2024-2025 મા પ્રવેશ લઈ રહ્યા વિદ્યાર્થીઓનુ હર્ષોલ્લાસ સહ સ્‍વાગત પણ કરાયુ. સ્‍કૂલ પરિસરમાં નાના ભૂલકાઓ શાળામાં આવવા રસ અને રૂચી અનુભવે તે માટે આ કાર્યક્રમનુ આયોજન પણ કરાયુ હતુ. અધ્‍યયનની શરૂઆત વિદ્યાના દેવી માતા સરસ્‍વતીની પૂજા અર્ચના વડે થાય તે માટે મહારાજ અલ્‍પેશ ભટ્ટને બોલાવી શાળા પાટાંગણમાં સરસ્‍વતી પૂજા કરાઈ. જેમાસ્‍કૂલ ફાઉંડર ર્ટ્‍સ્‍ટી લાયન મૂકેશ પટેલ, સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલ, આચાર્યા, શિક્ષકગણ અને વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. બાળકોએ માતા સરસ્‍વતી પાસે વિદ્યાના દાન અને સદ્વુધ્‍ધી મળે એવી પ્રાર્થના કરી. આ સાથે શ્‍લોકો અને પ્રાર્થનાનુ ગાન કરાયુ જેથી વાતાવરણ ભક્‍તિમય બની જવા પામ્‍યુ હતુ. સાથેસાથે વિદ્યાર્થીઓને જ્ઞાન યુક્‍ત સુવિચાર કહેવામા આવ્‍યા, દેશ-દુનિયામાં શું ચાલે અને પોતે શું કરવું તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યંું. આ ખાસ અવસરે બાળકોને વિશેષ આશીર્વાદ અને શુભેચ્‍છા અપાઈ તેમજ સ્‍કૂલ ફાઉંડર ર્ટ્‍સ્‍ટી લાયન મૂકેશ પટેલે બાળકોને કામયાબી હાંસલ કરવા પાછળ શ્રમ અને અનુશાસનનુ શું મહત્‍વ છે તે સમજાવ્‍યુ. રજાઓ પછી સુની પડેલી શાળાએ આજે સજીવન રૂપ લીધુ હોય એવુ લાગી રહ્યુ હતુ જે ખુબ જ ખુશનુમા અને રંગીન લાગી રહ્યુ હતુ.

Related posts

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

vartmanpravah

Leave a Comment