October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ઉપયોગી પુસ્‍તિકા તૈયાર કરવા બદલપ્રદેશના યુવા મોર્ચાને આપેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસીય પ્રવાસ માટે પધારેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે સેલવાસ ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સામાજિક ન્‍યાય પત્રિકાનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે અનુ.જાતિ અને જનજાતિના સમુદાય માટે આ પ્રકારની ઉપયોગી પુસ્‍તિકા બનાવવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, આ પ્રકારના સેવાકીય અને સમાજ ઉપયોગી કાર્યોથી સમાજમાં એક સકારાત્‍મક સંદેશ જાય છે. તેમણે કાર્યકર્તાઓને મજબૂત સંગઠન બનાવવાની ચાવી પણ બતાવી હતી. તેમણે અગામી 2024ની લોકસભા ચૂંટણી માટે અત્‍યારથી જ જોડાવા આહ્‌વાન કર્યું હતું.
સામાજિક ન્‍યાય પત્રિકા પ્રદેશના યુવા મોર્ચા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ અને તેનો લાભ કેવી રીતે લેવો તેનું વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, પ્રદેશ ભાજપ મહામંત્રી મીમનિષ દેસાઈ, શ્રી મહેશ ગાંવિત, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિન પટેલ, પ્રદેશ યુવા મોર્ચાના પ્રમુખ શ્રી વિશાલ પટેલ વગેરેની ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

vartmanpravah

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નાની દમણના મરવડ ખાતે હોસ્‍પિટલના નિર્માણમાં કાર્યરત કામદારો સાથે જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ સચિવે આરોગેલો શ્રમયોગી પ્રસાદ

vartmanpravah

Leave a Comment