January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: આજે સેલવાસ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં અને પાલિકા પ્રમુખના દિશા-નિર્દેશમાં સેલવાસ નગરપાલિકાના દરેક વોર્ડમાં ‘સ્‍વચ્‍છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં પાલિકા વિસ્‍તારની દરેક સરકારી શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન પણ આપવામાં આવ્‍યું હતું. સાથે ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકોની વિશેષ શાળામાં પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા કેક કાપી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ચીફ ઓફીસર શ્રી મનોજ પાંડે સહિત પાલિકાના સભ્‍યો અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment