Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

સુરતના ખ્‍યાતનામ તબીબ અને કવિ ડોક્‍ટર મુકુલ ચોકસીએ સૌને મંત્રમુગ્‍ધ કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ છેલ્લા વર્ષ દરમિયાન અનેક સેવાકીય તથા લોક ઉપયોગી કાર્ય કરી સમગ્ર ડિસ્‍ટ્રિક્‍ટમાં અન્‍ય ક્‍લબની સરખામણીએ ખુબ સુંદર કામગીરી કરી હોય લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલાને ફરી એક વખત પ્રેસિડેન્‍ટ બનાવી એમની સેવાકીય પ્રવૃત્તિનેલાભ લેવાનો મોકો આપ્‍યો છે.

આજરોજ ઈન્‍ટરનેશનલ ડોક્‍ટર્સ ડે હોય પૃથ્‍વી પરના ભગવાન એવા ડોક્‍ટરોને આપણે ખરેખર સન્‍માવવા જોઈએ. તબીબી ક્ષેત્રે જ નહીં પરંતુ સાથેસાથે અન્‍ય ક્ષેત્રે પણ સમાજને કંઈક આપનારા ડોક્‍ટરોને સન્‍માનિત કરવા લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ વલસાડ જિલ્લાના તમામ ડોક્‍ટરોને એક મંચ પર ભેગા કરી માનવતાનો મહોત્‍સવ અંતર્ગત એમને સન્‍માનવાનું એક સુંદર આયોજન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતના આવકાર પ્રવચનમાં પ્રેસીડન્‍ટ મોહમ્‍મદ નલવાલાએ સૌ ડોકટરોને થેંકયું કહી આવકારી ખૂબ જ ટૂંકું પરંતું આહલાદક પ્રવચનથી સૌ ડોકટરોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. ત્‍યારબાદ પ્રાસંગિક પ્રવચનમાં ડૉ.મીનાક્ષીએ પોતાની અલોકિક તથા રમુજી વાણીથી સૌને આનંદિત કર્યા બાદ એવોર્ડ કાર્યક્રમ શરૂ થયો હતો.
આ એવોર્ડ કાર્યક્રમમાં હ્યુમનીટેરીયન એવોર્ડ એટલે કે તબીબી ક્ષેત્રની સાથે સાથે અન્‍ય ક્ષેત્ર દ્વારા પણ સમાજને આપેલ વિશિષ્ટ સેવા બદલ સૌ પ્રથમ પારડીના મહેતા હોસ્‍પિટલ અને હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ડોક્‍ટર પ્રફુલ મહેતા અને પારડી હોસ્‍પિટલ તથા માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્રના ડોક્‍ટર એમ. એમ. કુરેશીને સન્‍માનિત કર્યા બાદ સાથે સાથે ડોક્‍ટર ડી. સી. પટેલ, સંદીપ એચ. દેસાઈ, ડોકટર કલ્‍પેશ બી. જોષી, ડોક્‍ટરકાર્તિક ભદ્રા, ડોક્‍ટર મોહન દેવ વિગેરેનાઓને સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા.
જ્‍યારે લાઇફ ટાઇમ ફેલીસિટેશન તરીકે ડોક્‍ટર ઉદય દેસાઈ, ડોક્‍ટર વિજય શાહ, ડોક્‍ટર પ્રતાપ ઠોસર, ડોક્‍ટર ગમનભાઈ પટેલ, ડોક્‍ટર કિરણ વસાવડા, ડોક્‍ટર કિશોર નાડકરણી, ડોક્‍ટર કિરીટ પારેખ, ડોક્‍ટર સતીશ નાયક તથા ડોક્‍ટર રાજેશ્રી ઠોસરને એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ડૉ.એમ.એમ.કુરેશીએ એવોર્ડ મળેલ તમામ ડોકટરોનો પરિચય તથા ડોકટરી તથા અન્‍ય ક્ષેત્રે તેઓએ કરેલ સેવાઓનો પરિચય કરાવ્‍યો હતો.
અંતમાં જેને માટે સાંભળવા માટે સૌ ભેગા થયા હતા એવા સુરતના ખ્‍યાતનામ તબીબ અને કવિ ડોક્‍ટર મુકુલ ચોક્‍સીએ પોતાની વિશિષ્ટ શૈલીથી ઉપસ્‍થિત તમામ ડોક્‍ટરોને હળવા ફૂલ બનાવી આજની આ ડોક્‍ટર્સ ડેની સાંજ રમણીય બનાવી દીધી હતી.
આજના કાર્યક્રમમાં ડોક્‍ટર પ્રફુલ મહેતા, શરદ દેસાઈ, ડોક્‍ટર દેવાંગ દેસાઈ, ડોકટર એમ.એમ કુરેશી, ડોક્‍ટર લતેશ પટેલ, ડો.ભાવિક રાણા વિગેરેનાઓ ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં આઈ.ડી.એફ.સી. ફર્સ્‍ટ બેંકનો પણ સહકાર રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના પ્રેસિડેન્‍ટ લાયન મોહમદ નલવાલા, સેક્રેટરી લાયન ડોક્‍ટર કેવિન મોદી, ટ્રેઝરર લાયન ભરત ડી.દેસાઈ, પ્રોજેક્‍ટ ચેરમેન પ્રેમલસિંહ ચૌહાણ, પ્રોજેક્‍ટ ચેરમેન લાયન પ્રિતેશ ભરૂચા વગેરેની ખૂબ મહેનતને લઈ આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
આભાર વિધિ લાયન પ્રેમલ સિંહ ચૌહાણએ કરી હતી જ્‍યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી સિરીયલો તથા ગુજરાતી ફિલ્‍મોના સિતારા એવા પ્રિતેશ ભરૂચાએ કર્યું હતું.

Related posts

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી ગુલદસ્‍તો આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment