December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

છેલ્લા બત્રીસ વર્ષમાં જિલ્લામાં સરેરાશ 88.68 ઈંચ વરસાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: હવામાન અને કલેક્‍ટર કચેરીના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 32 વર્ષમાં 2217 એમ.એમ. એટલે કે 88.68 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્‍યારે વાપીમાં છેલ્લા બે વર્ષ 100 ઈંચ વરસાદ પડે છે. એટલે કે સરેરાશ વરસાદથી વધુ વરસાદ વાપીમાં પડે છે. વાપીમાં અત્‍યાર સુધી 25 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્‍યો છે. હજુ જુલાઈ માસમાં વધુ વરસાદ પડશે.
વલસાડ જિલ્લામાં સતત છ દિવસ વરસાદનીહેલી ચાલી રહી છે. જળ ત્‍યાં સ્‍થળ અને જળ સ્‍થળ ત્‍યાં જળની સ્‍થિતિ ઉભી થઈ ચૂકી છે. નદી, નાળા ઉભરાવા લાગ્‍યા છે. અનેક ઝાડ અને મકાનો વરસાદ પડી ચૂક્‍યા છે. વરસાદ છ દિવસ તોફાની બન્‍યા બાદ આજે રવિવારે વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. આજે સુરજ દેખાયો હતો, તડકો આવતા વાતાવરણ પણ પલટાયું હતું. સમય કરતા આઠ-દશ દિવસ મોડા આવેલા વરસાદે પ્રથમ વરસાદમાં ક્‍યાંક રોદ્ર સ્‍વરૂપ લઈ લેતા જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની ચૂક્‍યું હતું. પરંતુ રવિવારે વરસાદે વિરામ લેતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વધાવવા આજે થનગની રહેલું સમગ્ર નરોલી ગામ

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

Leave a Comment