Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નાની દમણના સોમનાથ ખાતેની શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસનું શટર તોડીને રૂા.65 હજારની ચોરીનો આરોપી રાજસ્‍થાનથી પકડાયો: શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસ સિવાય સોમનાથ વિસ્‍તારની અન્‍ય 8 દુકાનોમાં પણ કરેલી ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : નાની દમણના સોમનાથ સ્‍થિત શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસરૂમનું શટર તોડી 65 હજાર રૂપિયાની ચોરી કરનાર આરોપી રાકેશ કોમચંદ્ર ડામોર (ઉ.વ.24)ને દમણ પોલીસે રાજસ્‍થાનના બાંસવાડા વિસ્‍તારમાંથી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિપુલ રાણાએ 13 જુલાઈ, 2023ના રોજ નાની દમણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, અજાણ્‍યા ચોરોએ તેમની સોમનાથ ખાતે આવેલ શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસના રૂમનું શટર તોડીને 65 હજાર રૂપિયાની ચોરી કરી છે.પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 380 અને 457 મુજબ એફ.આઈ.આર. દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી હતી.
નાની દમણ પોલીસે કેસની વધુ તપાસ કરતા ઉજાગર થયું હતું કે, ચોરોએ શ્રુતિ કોમ્‍પ્‍યુટર ક્‍લાસ સિવાય સોમનાથમાં અન્‍ય 8 દુકાનોના પણ શટર તોડીને ચોરી કરી હતી. કેસની ગંભીરતા જોતાં અલગ અલગ પોલીસની ટીમ બનાવીને ઘટના સ્‍થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી, જેમાં ખબર પડી કે 3 વ્‍યક્‍તિઓએ આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્‍યો હતો. પોલીસની ટીમે આવતા-જતા રસ્‍તાઓની મેપિંગ કરી અને વિસ્‍તારમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજનું નિરીક્ષણ કર્યું હતું. ત્‍યારબાદ ગુપ્ત માહિતી અને હ્યુમન ઇંટેલિજેંસ અને તકનિકી સાધનોની મદદ વડે મળેલી માહિતીના આધારે પોલીસની એક ટીમને રાજસ્‍થાન મોકલવામાં આવી. જ્‍યાં કુશલગઢ પોલીસ મથકના વિસ્‍તારમાંથી રાકેશ કોમચંદ ડામોરની ધરપકડ કરવામાં આવી હતી. આગળની વધુ તપાસ નાની દમણ પોલીસ કરી રહી છે.

Related posts

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ ચીખલીની સરાહનીય કામગીરી જિલ્લા કલેક્‍ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની મૂકબધિર બહેનને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રી-રાષ્‍ટ્રપતિના નિવાસસ્‍થાન સુધી પહોંચેલી દાનહની વારલી પેઈન્‍ટિંગ

vartmanpravah

Leave a Comment