Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

દાદરા નગર હવેલીના વર્તમાન પ્રવાહના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી વિરલસિંહ રાજપૂત સંભાળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત સમસ્‍ત વલસાડ અને નવસારી જિલ્લાનું પ્રતિબિંબ બનેલ ‘વર્તમાન પ્રવાહ’ આવતીકાલે પોતાના સેલવાસ કાર્યાલયનો આરંભ કરવા જઈ રહ્યું છે. આવતીકાલે સાંજે 4 વાગ્‍યે સેલવાસના ગોગ બિલ્‍ડીંગમાં બી.એ.પી.એસ.ના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીની પધરામણીથી ‘વર્તમાન પ્રવાહ’ કાર્યાલયના આરંભના શ્રીગણેશ થશે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 20 વર્ષથી પ્રસિદ્ધ થતું અને સમસ્‍ત દાદરા નગર હવેલીમાં બહોળો ફેલાવો અને વાંચક વર્ગ ધરાવતા ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે. દાદરા નગર હવેલીના બ્‍યુરો ચીફ તરીકેની જવાબદારી શ્રી વિરલસિંહ રાજપૂતને ‘વર્તમાન પ્રવાહ’ના મેનેજમેન્‍ટ દ્વારા સોંપવામાં આવી છે.
શ્રી વિરલસિંહ રાજપૂત અનેક સેવા સંગઠનો સાથે સંકળાયેલા હોવાની સાથે તેમનામાં એક પત્રકાર તરીકેની આગવી સૂઝ અને બૂઝ પણ છે. તેઓ પોતાની જવાબદારી ખૂબ જ નિર્ભિક અને તટસ્‍થપૂર્ણ રીતે નિભાવી ‘વર્તમાન પ્રવાહ’ની પરંપરામાંચાર ચાંદ લગાવશે એવી આશા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

vartmanpravah

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

Leave a Comment