મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ (એકમ) દ્વારા આવતીકાલે શુક્રવાર તા.03 ફેબ્રુઆરીના રોજ સભાસદ પ્રમાણપત્ર વિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમ જીઆઈડીસી સેન્ટર ઓફ એક્ષેલેન્સમાં સાંજના 5:00 કલાકે યોજાનાર છે.
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચન્દ્ર ગુપ્તા સહિત અતિથિવિશેષશ્રીઓમાં રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી બળદેવ પ્રજાપતિ, ફાઈનાન્સ, પાવર, પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. તદ્દઉપરાંત ગુજરાત પ્રદેશ લઘુઉદ્યોગ ભારતી અધ્યક્ષ શ્યામસુંદર સલુજા, કર્ણાવતી સંભાગ લઘુઉદ્યોગ પ્રમુખ જયેશ પંડયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન અને સુરત વિભાગ લઘુઉદ્યોગ ભારતી અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન લઘુઉદ્યોગ ભારતી વાપી પ્રમુખશ્રી મેહુલભાઈ પટેલ અને જિલ્લા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પરમાર અને ટીમ લઘુઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવ્યું છે.