October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30
વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ ચોકડી પાસે ગતરોજ એક પલસર બાઈકમાં ભીષણ આગ લાગતા હાઈવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ બાઈક ચાલક રહસ્‍યમય રીતે ઘટના સ્‍થળેથી ફરાર થઈ ગયો હતો.
ગુંદલાવ હાઈવે ચોકડી ઉપર પલસર બાઈકમાં આગ લાગતા ભડ ભડ બાઈક સળગી ઉઠયુ હતું. વાહન ચાલકો એકત્ર થઈ ગયેલા ટ્રાફિક પણ જામ થઈ ગયેલો પરંતુ બાઈક ચાલક ઘટના સ્‍થળે નહી દેખાતા ઘટના વધુ રહસ્‍યમય બની હતી. પોલીસે બાઈકની આગ બુઝાવી સાઈડમાં કરી ટ્રાફીક ચાલુ કરાવ્‍યો હતો અને બાઈક ચાલકની શોધખોળ આરંભી હતી.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્‍વીપ કમિટી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને જાગૃત કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment