Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા ‘‘વિશ્વ આદિવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઈવ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: જી20 ની થીમ ‘‘વસુધૈવ કુટુમ્‍બકમ” (એક પૃથ્‍વી, એક કુટુંબ, એક ભવિષ્‍ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્‍ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્‍સાહિત કરવામાં આવશે. જેથી જી20 ની શેર્ડ ફયચરઃ યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્‍સ એન્‍ડ હેલ્‍થ, વેલ બીઈંગ એન્‍ડ સ્‍પોર્ટ્‍સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષીને તથા સેલ્‍યુટ તિરંગાના સંકલનથી શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈબાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે ‘‘વિશ્વ આદિવાસી દિવસ” (09/08/2023) ના સંદર્ભમાં ‘‘મેગા ડોનેશન ડ્રાઇવ-2023” નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આદિવાસી સમાજ ભારતીય સંસ્‍કળતિનો અતુલ્‍ય હિસ્‍સો છે અને સમાજમાં અનેરું મહત્‍વ ધરાવે છે. આદિવાસીઓની કુદરત સાથે આસ્‍થા જોડાયેલી છે. આજનો દિવસ પર્યાવરણ સંરક્ષણ જેવા બહેતર વિશ્વ બનાવવા માટે વિશ્વભરના આદિવાસી સમુદાયોના મહત્‍વપૂર્ણ યોગદાન અને સિદ્ધિઓને સ્‍વીકારવાનો પણ છે. કુદરતમાંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના મહત્‍વને અનુલક્ષીને તારીખ 09/08/2023 બુધવારના રોજ આદિવાસી સમાજ માટે મેગા વિતરણ કેમ્‍પ યોજાયો હતો.


આ કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શન સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી દ્વારા કરવામાં આવ્‍યું હતું તેમજ આ કાર્યક્રમનો શુભારંભ સંસ્‍થાના પરમ પૂજ્‍ય રામ સ્‍વામીજીના આશીર્વચનો સાથે કરવામાં આવ્‍યો હતો જેમાં તેમણે પરોપકારની ભાવના માટે હર હંમેશ તત્‍પર રહેવું જોઈએ. આ સાથે મોટાપોંઢા ગાંધી આશ્રમના પરમ પૂજ્‍ય વિજ્ઞાન સ્‍વામીજી પણ વિદ્યાર્થીઓને જીવનમાં દાનના નિઃસ્‍વાર્થ કાર્ય વિશે જ્ઞાન આપ્‍યું હતું અને પરમ પૂજ્‍ય હરિકળષ્‍ણ સ્‍વામીજીએ જરૂરિયાતમંદ લોકોને કપડાં અને જીવન જરૂરિયાત સામગ્રીદાનમાં આપવાનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમ કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોફેસર ડો.કાંતિલાલ નારખેડે, અસોસિએટ પ્રોફેસર ડૉ.નેહા દેસાઈ, અસોસિએટ પ્રોફેસર નેહા વડગામા, શ્રીમતી જ્‍યોતિ પંડ્‍યા, શ્રીમતી સોનલ ઠાકોર અને શ્રી ચંદ્રવદન પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્‍યો હતો.
જેમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવની શાળાઓ તેમજ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ તરફથી કપડાં, બેગ, ધાબળા, ફૂટવેર, સ્‍ટેશનરી પુરવઠો વગેરેનો ભવ્‍ય સંગ્રહ પૂરો પડ્‍યો હતો. આ મેગા ડોનેશનમાં બી. ફાર્મસીના 20 જેટલા વિદ્યાર્થીઓએ પરોપકાર જેવા ઉમદા હેતુથી સ્‍વયંસેવકો તરીકે ભાગ લઈ દાનને અલગ-અલગ બોક્‍સમાં વિભાજિત કરી જરૂરિયાત મુજબના લેબલ લગાવ્‍યા હતા અને પીપરોળ ગામના અંતરિયાળ વિસ્‍તારના લોકો માટે તે સામગ્રીનું વિતરણ કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને આ દાન અભિયાનને મોટી સફળતા અપાવી હતી. આવા કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે અને તેઓએ આવા ઉમદા હેતુઓ માટે તેમની સેવાઓ આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમ પીપરોળગામના રેહવાસી શ્રી રમેશભાઈ પાટીલના સહયોગથી સંપૂર્ણ થયો હતો.


આ કાર્યક્રમ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, પરમ પૂજ્‍ય હરિકળષ્‍ણ સ્‍વામીજી, મોટાપોંઢા ગાંધી આશ્રમના પરમ પૂજ્‍ય વિજ્ઞાન સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડૉ.શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે દરેકનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment