January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન જીજ્ઞેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્‍ડ ખાતે ગ્રામસભા મળી હતી. જેમાં ઘેલવાડ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રારંભમાં સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલે સ્‍વાગત વક્‍તવ્‍ય આપ્‍યા બાદ પંચાયત સેક્રેટરી શ્રી પિયુષ પટેલે ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી) અંગે જાણકારી આપી હતી અને ઘેલવાડ પંચાયત વિસ્‍તારમાં થનારા પ્રસ્‍તાવિત વિકાસ કામોની ચર્ચા અને નવા કામોનું સૂચન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ પોતાના વક્‍તવ્‍યમાં ગ્રામસભાના મહત્‍વને સમજાવ્‍યું હતું અને વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્‍ટિંગ વિશે મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે સ્‍વચ્‍છતા ઉપર વિશેષ ભાર આપવા પણ ગ્રામ પંચાયતને તાકિદ કરી હતી.
આ કાર્યક્રમમાં ઘેલવાડ વિસ્‍તારના આગેવાન શ્રી અમ્રતભાઈ પટેલે પંચાયતને લગતી વિવિધ રજૂઆતો વિસ્‍તારથી કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સહાયક ઈજનેરશ્રી સંદિપ તંબોલી, પાણી પુરવઠા વિભાગના શ્રી રવિન્‍દ્રભાઈ સોલંકી, વેટરનરી, શિક્ષણ વગેરે વિભાગના પ્રતિનિધિઓ, ઉપ સરપંચ, ગ્રામ પંચાયતના સભ્‍યો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામડા વિસ્‍તારમાં પીવાના પાણીની ઉદ્‌ભવેલી વિકટ સમસ્‍યા

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment