December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

સુરેશભાઈ પટેલ અને પત્‍ની બાજુમાં બેડરૂમમાં સુતા હતા ત્‍યારે ચોરી થઈ, ભગવાનની મૂર્તિ સહિત 40-50 હજારની મત્તા ચોરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10:અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારમાં આવેલ એક બંગલામાં ગત રાતે ચોરીનો બનાવ બન્‍યો હતો. તસ્‍કરો ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશી બે બેડરૂમ પૈકી એક બેડમાં કબાટ તોડી ભગવાનની ચાંદીની મૂર્તિ સહિત 40 થી 50 હજારની મત્તા ચોરો ચોરી કરી ગયા હતા. જતા જતા બાજુના બે બંગલામાં પણ ચોરીનો પ્રયાસ કરેલો પરંતુ કંઈ જ હાથ લાગ્‍યું નહોતું.
વલસાડ અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તાર પોશ વિસ્‍તાર છે તેથી તસ્‍કરોએ ગતરાતે એક બંગલામાં રહેતા સુરેશભાઈ પટેલના બંગલાનેટારગેટ કર્યો હતો. બારીની ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશેલા તસ્‍કરો બે બેડરૂમ પૈકી એકમાં સુરેશભાઈ અને તેમના પત્‍ની સુતા હતા તે બેડરૂમ છોડી બાજુના બેડરૂમમાં કબાટના લોક તોડી અંદર રહેલ ભગવાનની ચાંદીની મૂર્તિ સહિત ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.40 થી 50 હજારની મત્તા તસ્‍કરો ચોરી ગયા હતા. જતા જતા કીચનમાં રહેલા કાજુ-બદામની પણ જયાફત માણી ગયેલા અને પાણીની બોટલ પણ લેતા ગયા હતા. અન્‍ય પડોશના બે બંગલામાં ચોરોએ નિશાન બનાવેલા પણ કંઈ હાથ લાગ્‍યું નહોતું.

Related posts

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

vartmanpravah

Leave a Comment