પ્રમુખ કિરણ રાવલ દ્વારા 11 મહિનાથી બપોર-સાંજ નિઃશુલ્ક રામરોટી ભોજન પીરસવામાં આવી રહ્યું છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી સોશિયલ ગૃપ દ્વારા વાપીના આજુબાજુના વિસ્તારોમાં 107 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાપી તેમજ આજુબાજુના ખડકલા, નવીનગરી, કબ્રસ્તાન રોડ, ગીતાનગર જેવા વિસ્તારોમાં જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ વાપી સોશિયલ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. ગૃપના પ્રમુખ કિરણ રાવલ અને તેમની ટીમ સતત સમાજ સેવાની કામગીરી અવિરતપણે કરીરહી છે. થોડા દિવસ પહેલા જરૂરીયાતમંદોને રેઈન કોટ નિઃશુલ્ક અર્પણ કરાયા હતા. છેલ્લા 11 મહિનાથી ગૃપ દ્વારા બપોરે અને સાંજે બન્ને ટાઈમ અન્ન ક્ષેત્ર-રામરોટી અવિરત ચાલું છે. જેમાં દરરોજ 100 જેટલા ગરીબો ભોજનનો લાભ લઈ રહ્યા છે. આ રામરોટીમાં તૈયાર ફુડ પેકેટ આપવામાં આવે છે. સોશિયલ ગૃપ વાપી સમાજ સેવા કરવા હંમેશ તત્પર રહ્યું છે. તેઓ માને છે કે, ‘‘જન સેવા એજ પ્રભુ સેવા” ને વાસ્તવિક રીતે સાકાર કરી રહ્યા છે.