September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

છ આરોપીની અટક : પોલીસે 14.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ) વિવિધ પો.સ્‍ટે.ના 14 ગુના ઉકેલાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડ પોલીસે ટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. વિવિધ સ્‍થળોથી ટુવ્‍હિલર મોપેડ-બાઈક ચોરી કરતી ગેંગના છ આરોપી વાંકલ ગામના ત્રણ રસ્‍તા પાસેથી ઝડપાયા છે. આરોપીઓ પાસે 12 વાહનો, રોકડા, મોબાઈલ મળી કુલ 14.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ આરોપીને જેલ ભેગા કરાયા છે.
પોલીસ સુત્રો મુજબ વલસાડ રૂરલ પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન એ.એસ.આઈ. વિક્રમભાઈ મનુભાઈને મળેલી બાતમી આધારે વાંકલ ગામના ત્રણ રસ્‍તા ઉપર આવેલ એક દુકાનમાં રેડ કરતા દુકાનમાં 12 જેટલા ન્‍યુ મોડલના મોપેડ અને મોટર સાયકલ મળી આવ્‍યા હતા. તેના કાગળો ન હોવાથી પોલીસે મુખ્‍ય આરોપી સંજય સુરજ ધો. પટેલની દુકાન હોવાથી તેની અટક કરતા તમામ ચોરીના વાહનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે દિપક મહેશ પટેલ, સંજય સુરેશ પટેલ, અક્ષય બાલુ પટેલ તમામ રહે.વાંકલ લવકર ફળીયું તથા પરેશ મહેશ ધો. પટેલ, રહે.સાદકપોર ધડોલી ફળીયુ, ભાવેશ ભરત પટેલ રહે.નવેશ મોટા ફળીયાને કડી મેળવી તમામ વાહન ચોરતીગેંગના આરોપીને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી 12 વાહનો, મોબાઈલ નં.7, રોકડા વગેરે મળીને કુલ રૂા.14,15,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિવિધ પોલીસ સ્‍ટેશનમાં ટુ વ્‍હિલર ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ધરમપુર-6, નાનાપોંઢા-3, નવસારીમાં 1, અન્‍ય 4 મળી કુલ 14 ગુનાનો ભેદ ઉકેલવાની પોલીસને સફળતા મળી હતી. તમામ આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરી લેવાયા હતા.

Related posts

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

Leave a Comment