Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલ એક વ્‍યક્‍તિનું મોત થયાં બાદ મોટી દમણના સામુદાયિક આરોગ્‍યકેન્‍દ્રના સભાખંડમાં ડેન્‍ગ્‍યુ તાવની જાગૃતિ અંગે કર્મચારીઓને તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.25: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ અને આરોગ્‍ય સચિવના માર્ગદર્શન હેઠળ મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડ આજે રાષ્‍ટ્રીય વેક્‍ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુ તાવની સતર્કતાના આગોતરા પગલાં રૂપે જાગૃતિ હેતુ ખ્‍ફપ્‍, ગ્‍ણ્‍ષ્‍ અને આશા કાર્યકરો સહિત આરોગ્‍ય વિભાગના તમામ આરોગ્‍ય કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
તાલીમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આરોગ્‍ય કેન્‍દ્રના તમામ આરોગ્‍ય કર્મચારીઓમાં ડેન્‍ગ્‍યુથી થતા રોગો અંગે જાગૃતિ લાવવા અને ડેન્‍ગ્‍યુ તાવથી બચવા વિવિધ સૂચનો કરવામાં આવ્‍યા હતા. જેમ કે, ઘરની આસપાસ કે ઘરની અંદર પાણી જમા ન થવા દેવું નહીં, કૂલર, વાસણમાં સંગ્રહિત પાણીને અઠવાડિયામાં બે વાર સાફ કરવા, પાણીની ટાંકી અને કન્‍ટેનરને યોગ્‍ય રીતે ઢાંકાવા, સૂતી વખતે મચ્‍છરદાનીનો ઉપયોગ કરવા તથા સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા જેવી બાબતો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તમામ તાલીમાર્થી કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, તાજેતરમાં જ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેંગ્‍યુ તાવનીસારવાર લઈ રહેલ ડોકમરડી ખાડી વિસ્‍તારના એક 35 વર્ષિય યુવાનનું મોત થયું હતું. જેને ધ્‍યાનમાં લઈને તંત્ર જાગી ગયું છે.

Related posts

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

Leave a Comment