October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએ કુલ 5551 વૃક્ષોના છોડવાઓનું કરવામાં આવ્‍યું છે વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈના રોજથી વન મહોત્‍સવ 2023નો પ્રારંભ કરવામાં હતો. જે અંતર્ગત સાયલી ગામમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં વન વિભાગ તથા પોલીસ વિભાગ, મેડિકલ ટીમ અને વિદ્યાર્થીઓ સાથે 0.20 હેક્‍ટર વિસ્‍તારમાં 4660 જેટલા વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએકુલ 5551 વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવામાં આવ્‍યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વનવિભાગ દ્વારા દાનહમાં વિવિધ સ્‍થાઓને 510 હેક્‍ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને 1350 જેટલા રોપેલા જૂના વૃક્ષોની જાળવણીનું કામ પણ કરવામાં આવશે. જેમાં સાગ, ખેર, સીસમ, બહેડા, સિવણ, વાંસ, જાંબુ, આમળા, સીતાફળ, મહુડો જેવા વૃક્ષો રોપવામાં આવશે. તો આવો આપણે સૌ સાથે મળી આપણા પ્રદેશને ‘ગ્રીન દાનહ’ બનાવીએ અને જ્‍યાં પણ ખાલી જગ્‍યા મળે ત્‍યાં વૃક્ષો રોપીએ.
આજના વૃક્ષારોપણ પ્રસંગે પ્રશાસકના સલાહકાર સહિત દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, વનવિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, સી.એફ. શ્રી પ્રશાંત રાજગોર, ડી.સી.એફ. શ્રી રાજતિલક અને શ્રી થોમસ વર્ગિસ, એ.સી.એફ. શ્રી વિજયકુમાર પટેલ અને વન વિભાગના કર્મચારીઓ તથા પોલીસ વિભાગથી ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બરે, એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, પી.આઈ., પી.એસ.આઈ., પોલીસકર્મચારીઓ, મેડીકલ વિભાગની ટીમ, સાયલી ગામના સરપંચ, ગ્રામ પંચાયત સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી મોયા પાયે વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

દાનહની કંપનીઓ દ્વારા મેઘવાળની ખાનગી જગ્‍યામાં કેમિકલવાળો દુર્ગંધયુક્‍ત કચરો ઠાલવી દેતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

vartmanpravah

દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપ : સેલવાસનું નરોલી એપિસેન્‍ટર

vartmanpravah

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment