Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો વિષય ‘યંગ એન્‍ટર પ્રેન્‍યોર્સ-ડિસ્‍કવરિંગ ધ બિઝનેસમેન ઈન યું’ હતો. જેનાં અંતર્ગત ‘બિઝકિડ્‍સ બજાર’નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શાળાને વિવિધ આર્ઠ ગેલેરીથી શણગારવામાં આવી હતી. પ્રોગ્રામનો ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓને તેમના બિઝનેસ મેનેજમેન્‍ટ કૌશલ્‍યોનો ઉપયોગ કરવાની તક પૂરી પાડવાની સાથે દરેકનું મનોરંજન કરવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે લગાવેલ સ્‍ટોલ સાથે નાના વ્‍યવસાયોનાં મૂળભૂત સિધ્‍ધાંતોની સમજ પ્રાપ્ત કરી હતી.
ગ્રેડ મુજબ જુદા જુદા ઝોન બનાવવામાં આવ્‍યા હતાં. જેમ કે, ધોરણ-1 અને2 ‘ધ મંડલા આર્ટ ઝોન’, જેમાં મંડલા કલા થીમ આધારિત ઉત્‍પાદનો મૂકવામાં આવ્‍યા હતા. જે ધોરણ-1 અને 2નાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્‍યા હતા. ગ્રેડ-3 અને 4 ‘ધ ગોન્‍ડ આર્ટ ઝોન’ જેમાં ધોરણ-3 અને 4નાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ગોન્‍ડ આર્ટ થીમ આધારિત ઉત્‍પાદનો મૂકવામાં આવ્‍યા હતા. ગ્રેડ-5 અને 6 ‘ધ મંજુષા આર્ટ ઝોન’. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ મંજુષા આર્ટ થીમ આધારિત પ્રોડક્‍ટસ મૂકવામાં આવી હતી. અને ગ્રેડ-7 અને 8 ‘ધ ઈન્‍ડિયન આર્ટસ ઝોન’. આ સ્‍ટોલ પર ધોરણ-7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય કલા થીમ આધારિત ઉત્‍પાદનો મૂકવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત અન્‍ય મનોરંજન ઝોન જેમ કે ગેમ્‍સ ઝોન, ફેસ પેઈન્‍ટિંગ ઝોન, ફૂડ ઝોન અને સેલિંગ પોઈન્‍ટ પણ મનોરંજન માટે ખુલ્લા મુકવામાં આવ્‍યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં નૈતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

vartmanpravah

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

Leave a Comment