Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હાંસોટ, તા.05: તાલુકા પંચાયત કચેરી ઓલપાડમાં છેલ્લાં ઘણાં સમયથી ખાલી પડેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્‍યા પર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની સિનિયોરિટીનાં આધારે મંદરોઇ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શ્રી નગીનભાઈ કરસનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવેલ છે.
તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્‍દ્રસિંહ ઠાકોર તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ દ્વારા તેમને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી શાલ ઓઢાડી સહર્ષ સત્‍કારવામાં આવ્‍યા હતાં. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રો હાજર રહ્યાંહતાં. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે નગીનભાઈ પટેલને ટેલીફોનિક શુભેચ્‍છા પાઠવી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો નવીન કાર્યભારસંભાળી રહેલ શ્રી નગીનભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્‍થિત સર્વેનો આભાર વ્‍યક્‍ત કરી જણાવ્‍યું હતું કે તાલુકાની શાળાઓ, શિક્ષકો અને બાળકોનાં હિતાર્થે કામ કરવાનો આ અવસર મારું સદ્‌ભાગ્‍ય છે. આ સાથે તેમણે શૈક્ષણિક, વહીવટી તેમજ ઈતર પ્રવૃત્તિ ક્ષેત્રે એકમેકનાં સંકલન થકી અપેક્ષિત સફળતા મેળવવા કટિબદ્ધતા દાખવી હતી. એમ તાલુકાનાં પ્રચારપ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Related posts

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment