July 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં આઝાદીના 76મા સ્‍વતંત્રતા દિવસ ધૂમધામથી મનાવવામાં આવ્‍યો હતો. લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણના હસ્‍તે ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું. બાદમાં રાષ્ટ્રગાન ગાવામાં આવ્‍યું હતું. આઝાદી દિવસ પર લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં લોકનૃત્‍ય, દેશભક્‍તિ ભાષણ, લઘુ નાટક સહિત વિવિધ પ્રકારના સાંસ્‍કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યા હતા. લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે બ્રિટિશ શાસનથી સ્‍વાધીનતા મેળવવા માટે સ્‍વતંત્રતા સેનાનીઓ દ્વારા આપવામાં આવેલ બલિદાનને યાદ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે લાયન્‍સ સ્‍કૂલના ટ્રસ્‍ટીઓ, સભ્‍યો દેવકી બા મોહનસિંહજી ચૌહાણ કોલેજના આચાર્ય, હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ કોલેજના આચાર્ય લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષ કેદની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

Leave a Comment