Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 સામાન્‍ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 31.05.23 ને બુધવારના રોજ જાહેર કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના 64 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ધોરણ-12 કોમર્સ ગુજરાતી માધ્‍યમમાં 32 વિદ્યાર્થીઓમાંથી નિધી બી. જોષી 99.58 પીઆર સાથે પ્રથમ ક્રમે, વૈભવી કે. સિદ્ધપરા 97.80 પીઆર સાથે બીજા ક્રમે અને નૈમિલકુમાર એમ. ચાપાણી 96.06 પીઆર સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ રહી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે, અને અંગ્રેજી માધ્‍યમમાં 32 વિદ્યાર્થીઓએ ધોરણ-12 કોમર્સની પરીક્ષા આપી હતી. જેમાં હરી આર. પટેલ 95.57 પીઆર સાથે પ્રથમ ક્રમે, કૌશિક ડી. ટુકડીયા 95.27 પીઆર સાથે બીજા ક્રમે અને મનીષા બી. કુમાવત 94.86 પીઆર સાથે ત્રીજા ક્રમે આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધિસ્‍થાપક પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણી કપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડિયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો.શૈલેશ વી. લુહાર,કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી શ્રીમતી રીનાબહેન દેસાઈ અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી રૂા.7.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

વાપી નજીક કરમબેલામાં રેલવે દ્વારા કાર્યરત કરાયેલ કન્‍ટેનર ગુડ્‍ઝ યાર્ડ સેવા નિષ્‍ફળતાના આરે

vartmanpravah

Leave a Comment