June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

માત્ર 1 લાખ 21 હજાર 669 જેટલા મતદારો ધરાવતી દમણ અને દીવની સંસદીય લોકસભા બેઠકમાં હવે કોઈ એક સમાજ કે સમુદાયનું વર્ચસ્‍વ રહ્યું નથી

દમણ અને દીવની બેઠકમાં પરપ્રાંતિઓની નિર્ણાયક ભૂમિકાઃ કોળી પટેલના લગભગ 17 હજાર મતદારો, માછી સમાજના દીવ સાથે મળી કુલ લગભગ 32 હજાર મતદારો તથા સ્‍થાનિક આદિવાસી-દલિતના 23 હજાર મતદારોના મન ઉપર આધારિત રહેશે ચૂંટણીનું ગણિત

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડે ત્રણ કે તેનાથી વધુ લોકસભાની ચૂંટણી જીતેલા સાંસદોને ફરી ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાની ખબર કેટલાક રાષ્‍ટ્રીય અખબારો અને પ્રસાર માધ્‍યમોમાં વહેતી થઈ છે. ત્‍યારે લોકસભાની દમણ અને દીવ બેઠક ઉપર વિજયની હેટ્રિક મારી ઈતિહાસ સર્જનારા સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પછી કોણ?ની ચર્ચાએ વેગ પકડયો છે. જો શ્રી લાલુભાઈ પટેલને ફરી ટિટિક નહીં આપવામાં આવે તો ભાજપમાં દાવેદારો અને મહત્ત્વાકાંક્ષીઓની સંખ્‍યા ડઝનથી પણ વધુ છે.
ભારત દેશમાં લક્ષદ્વીપ બાદ સૌથી ઓછા મતદારો ધરાવતી દમણ અને દીવ લોકસભા બેઠક છે. આ બેઠકમાં લગભગ 1,21,669 જેટલા મતદારો નોંધાયેલા છે. જે પૈકી 50 ટકા કરતા વધુ મતદારો પરપ્રાંતિય ઔદ્યોગિકકામદારો, મજૂરો, વેપારીઓ વગેરે છે. તેથી દમણ અને દીવ બેઠક ઉપર કોઈપણ એક સમાજ કે સમુદાયનું વર્ચસ્‍વ હવે રહ્યું નથી.
દમણ અને દીવમાં મોટાભાગે યુ.પી., બિહાર, મહારાષ્‍ટ્ર, ગુજરાત, દક્ષિણ ભારત સહિતના દેશના તમામ વિસ્‍તારના લોકો મતદાર તરીકે નોંધાયેલા છે. સ્‍થાનિક મતદારોની વાત કરીએ તો દમણ-દીવમાં કોળી પટેલના કુલ લગભગ 17000 મતદારો છે. માછી સમાજમાં ખારવા, માછી(ટંડેલ), માંગેલા, મીટના, કોળી માછી વગેરેને ગણતરીમાં લેવામાં આવે તો લગભગ 32000 જેટલા મતદારો થાય છે. તેની સામે સ્‍થાનિક આદિવાસી-દલિત મતદારો લગભગ 23000ના આજુબાજુ અને પરપ્રાંતથી આવેલા આદિવાસી-દલિત મતદારોને ગણતરીમાં લેવામાં આવે તો લગભગ આ સંખ્‍યા 35000ના આજુબાજુ પહોંચી શકે છે.
દમણ અને દીવ ટચૂકડો કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાની સાથે અહીં વિધાનસભા નહીં હોવાથી સાંસદનું પદ મહત્‍વનું બની રહે છે. તેથી ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર તરીકે શિક્ષિત તથા પ્રમાણિક અને ગુનાહિત ભૂતકાળ નહીં હોય તેવા ઉમેદવારને તક આપવી જોઈએ.

Related posts

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment