July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

ડો. રાકેશ કુમાર ભૂજાડેએ શિક્ષણ શોધ અને વિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોની શૈક્ષણિક ઉપલબ્‍ધિઓનું આકલન કરી ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષમાં સર્વશ્રેષ્‍ઠ શિક્ષક માટે પાંચમા ટેક-ગુરૂ પુરસ્‍કારનું આયોજન કર્યું હતું. જેમાં દમણની ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધ્‍યક્ષ ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને તેમના શિક્ષણ શોધ અનેવિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરાયેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા હતા. આ એવોર્ડ ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર અને ગુજરાત નેશનલ લૉ. યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડૉ. સંજીવની શાંથા કુમાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના પ્રિન્‍સિપાલ શ્રી ટી. બાલાગણેશને આ ઉપલબ્‍ધિ પર ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને અભિનંદન આપી તેમના દ્વારા શોધ અને અનુસંધાનના ક્ષેત્રમાં કરાતા અનેક નવા પ્રયોગોની સરાહના કરી હતી.
અત્રે યાદ રહે કે, ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીની 400થી વધુ એફિલીએટેડ કોલેજો અને 13 હજારથી વધુ શિક્ષકો યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
ટેક-ગુરૂ પુરસ્‍કાર-2023થી સન્‍માનિત થયેલા ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ, શિક્ષણ નિર્દેશક શ્રી શિવમ તેવતિયા, સરકારી પોલિટેકનિક પ્રિન્‍સિપાલ શ્રી બાલગણેશન અને ગવર્નમેન્‍ટ પોલિટેકનિક દમણના દરેક વિભાગોના અધ્‍યક્ષો તથા શિક્ષકગણોએ શુભકામના પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની પણ કામના કરી હતી.

Related posts

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah

દમણ જિલ્લા સ્‍તરીય અંડર-14 ખો-ખો(ગર્લ્‍સ)ની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ઝરીની અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment