October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયેલો અકસ્‍માત : ઘાયલોને સારવાર માટે ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વલસાડ જિલ્લાના કપરાડાના પર્વતીય ઢોળાવવાળા રસ્‍તા ઉપર સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપના ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા જીપ ખાઈમાં ખાબકી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં છ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
કપરાડા વિસ્‍તારમાં સુથારપાડા સહિતના રોડ ઢોળાવવાળા અને જોખમી છે તેથી આ વિસ્‍તારમાં ટ્રક કે અન્‍ય વાહનો પલટી મારી જવાના અકસ્‍માતો લગાતાર સર્જાતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત આજે કપરાડાના સુથારપાડા નજીક સર્જાયો હતો. નિયમિત રોજી રોટી કમાવવા મજુરી કામે નિકળતા લોકોની ભરેલી જીપ કપરાડા તરફ આવીરહી હતી ત્‍યારે ચાલકે સુથારપાડા નજીક વળાંકમાં કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં છ જેટલા મુસાફરો ઘવાયા હતા. જે પૈકી બેની હાલત વધુ ગંભીર હતી. તમામને 108 દ્વારા કપરાડા સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વધુ આગળની તપાસ કપરાડા પોલીસે હાથ ધરી હતી.

Related posts

વિશાખાપટ્ટનમમાં યોજાયેલ નેશનલ એથ્‍લેટિક્‍સમાં ચીખલીના કણભાઈ ગામના એસ.ટી. કર્મચારી અતિશ પટેલે ગોલ્‍ડ મેડલ મેળવતા ગ્રામજનો દ્વારા કરાયેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

Leave a Comment